• Gujarati News
  • National
  • ડ્રેનેજ લાઇન નંખાતાં રોડ તૂટ્યા તેના માટે જવાબદાર કોણ?

ડ્રેનેજ લાઇન નંખાતાં રોડ તૂટ્યા તેના માટે જવાબદાર કોણ?

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્લોટને ગટર બનાવતા બિલ્ડરોને છાવરવા વુડાના ખર્ચે સફાઇ કરાઇ

સેવાસીમાં રોડ તૂટી જતાં તેના મેન્ટેનન્સ પાછળ 1 કરોડ ખર્ચવા પડ્યા

બિલ્ડરોએ વુડાના પ્લોટમાં ગટરનાં પાણી છોડાતા ઝાડીઓ ઉગી ગઇ

ખાસ કરીને, ભાયલી ટીપી સ્કીમ-3માં વુડાનો ફાઇનલ પ્લોટ નંબર 113 વેચાણમાં મૂકવામાં આવેલો છે. પ્લોટ અન્ય પ્લોટની સરખામણીમાં મોટો પ્લોટ છે અને તેમાં ખૂબ ઝાડીઓ થઇ ગઇ છે. વુડા દ્વારા પ્લોટની તકેદારી લેવામાં આવી નથી અને તેની અંદર થઇ ગયેલી ઝાડીઓના કારણે તેની આજુબાજુના બિલ્ડરો દ્વારા ગટરનાં પાણી તેમાં છોડવામાં આવી રહ્યાં હતાં. પ્લોટની સફાઇ કરાવવા માટે વુડાને રજૂઆતો મળી હતી.

ભાયલી ટીપી 3 ખાતે વુડાને વેચાણ માટે પ્રાપ્ત થયેલા એફપી નં113માં જંગલ કટિંગ, ખાડામાં માટીપુરાણ, હયાત બિનઅધિકૃત ડ્રેનેજ લાઇનોને દૂર કરાવવાની કામગીરી રૂા.3.43 લાખના ખર્ચે કરાવી છે અને તેની જાણ વુડાને માત્ર ઔપચારિકતા ખાતર કરાવવામાં આવી છે. કેટલીક ટીપી સ્કીમમાં રોડ બન્યે પાંચ વર્ષ થયાં હોવાથી તેના મેન્ટેનન્સની કામગીરી કરાવવાનો વારો આવ્યો છે.તેવી રીતે, બે વર્ષથી વેમાલી,સેવાસી,ભાયલી વિસ્તારમાં ડ્રેનેજ લાઇન નાંખવાની કામગીરી કરાયેલી હોવાથી રોડને નુકસાન થયું છે. સેવાસી ખાતે ટીપી સ્કીમ નંબર 1 ખાતે વુડા દ્વારા આવાસ યોજના બનાવી હતી અને ત્યાં પણ રોડના ડિવાઇડર અને રોડની સાઇડમાં ઝાડીઓ ઉગી જતાં ત્યાં પણ સફાઇ કરાવવાની જરૂરિયાત ઉભી થઇ હતી. રોડ પર પટ્ટા, કેટાઇ,બોલાર્ડ,ડિવાઇડરને કલર કરાવવામાં આવ્યા હતા. વુડા દ્વારા ડેવલોપ કરાયેલી ટીપીમાં ડ્રેનેજ લાઇનના કારણે ખરાબ થયેલા રોડના મેન્ટેનન્સપાછળ રૂા.1.13 કરોડનો ખર્ચો કરાવવાની ફરજ પડી છે.

અન્ય સમાચારો પણ છે...