લો વોલ્ટેજની સમસ્યાથી રોષ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉનાળાનીકાળઝાળ ગરમી શરૂ થતાં વીજ માગમાં વધારો થયો છે. જેના પગલે શહેરના વિવિધ વિસ્તારોમાં દિવસે તેમજ રાત્રિના સમયે લો વોલ્ટેજની સમસ્યા સર્જાવા લાગી છે. છેલ્લા બે દિવસથી માંડવી વિસ્તારમાં બપોરે તેમજ સાંજે અચાનક સર્જાતી લો વોલ્ટેજની સમસ્યાથી રહીશો તેમજ વેપારીઓને પરેશાની વેઠવાનો વારો આવ્યો છે.

બે દિવસથી શહેરના માંડવી વિસ્તારમાં એમ.જી.રોડ, ઘડીયાળી પોળ, કરોળિયા પોળ સહિતના વિસ્તારોમાં બપોરે તેમજ સાંજે 4 થી 6 ના સમયગાળામાં લો વોલ્ટેજ થતો હોઇ ઘરોમાં તેમજ દુકાનોમાં લાઇટ ચાલુ-બંધ થવાની સમસ્યાથી રહીશો અને વેપારીઓ ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા છે.

બીજી તરફ રાત્રિના સમયે પણ શહેરના કેટલાક વિસ્તારોમાં એ.સી.નો વપરાશ વધતાં ટ્રીપિંગના બનાવો શરૂ થયા છે.

અન્ય સમાચારો પણ છે...