સિટી એન્કર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધો.11નો વિદ્યાર્થી બાળકોને ફિયરલેસ એજ્યુકેશન ભણાવે છે

પ્રોજેક્ટ પર કામ કરતા જાણ્યું કે અન્ય કરતા સ્લમ એરિયાના બાળકો પાસે સ્કિલ વધારે છે. જ્યારે આવા વિદ્યાર્થીઓ પણ આપણી સોસાયટીનો મહત્ત્વનો ભાગ છે ત્યારે તેમના માટે કાર્ય કરવું જોઇએ. ત્યારે મેં તેમના માટે ફિયરલેસ એજ્યુકેશન એન્ડ પર્સનાલીટી ડેવલપમેન્ટ વિષયોને લઇને તેમના માટે કાર્ય શરૂ કર્યુ હતું. યશકોઠારી, પાર્ટિસિપન્ટ,લીડ એવોર્ડ્સ.

પેરેન્ટ્સ અને ‘એજ્યુકેશન સિસ્ટમ’ માર્ક્સ ઓરિયેન્ટેડ છે. જેના કારણે પુસ્તકના બે પુઠ્ઠાં વચ્ચે વિદ્યાર્થી દબાઈ જાય છે. તે પોતાની આગવી સ્કિલને બહાર લાવી શકતો નથી. પરંતુ તેમાં પરિવર્તન જરૂરી છે. જો વિદ્યાર્થી પોતાના શોખને પોતાની કારકિર્દી બનાવશે તો તે એક સફળ વ્યક્તિ બની શકશે. માટે મેં અભિગમે કાર્ય શરૂ કર્યું છે.

યશએ પ્રોજેક્ટ દરમિયાન જાણ્યું કે સ્લમના બાળકોને કમ્પ્યુટર શીખવામાં વધારે રસ છે. આથી તેણ પોતાની આસપાસના લોકો પાસેથી 10 હજાર રૂપિયા એકઠા કર્યા હતાં. રૂપિયા તે સ્લમના બાળકોના ઉત્થાન માટે કાર્ય કરતા સહજ ફાઉન્ડેશનને ડોનેટ કરશે તેમ તેણે જણાવ્યુ હતું.

સિટી રિપોર્ટર | વડોદરા

શહેરમાંકેટલાંક વર્ષોથી શરૂ થયેલા લીડ એવોર્ડ્સ અંતર્ગત શહેરની વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓને પોલિટિક્સ, સોશિયલ, એન્વાયર્નમેન્ટલ, વિવિધ સમસ્યાઓ તથા ઇનોવેટિવ વિષયો પર ટાસ્ક આપવામાં આવે છે. જેમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વિદ્યાર્થીઓને એવોર્ડ આપવામાં આવે છે. જે અંતર્ગત તેજસ વિદ્યાલયમાં ધો.11માં અભ્યાસ કરતા યશ કોઠારીએ કાર્ય શરૂ કરી પાર્ટિસીપેશન કર્યું હતું. યશને સામાજિક સમસ્યાઓ પર ટાસ્ક આપવામાં આવ્યો હતો. જેમાં તેણે ‘ફિયરલેસ એજ્યુકેશન અને પર્સનાલિટી ડેવેલપમેન્ટ’ વિષય પર કામ કર્યું હતું. તેણે શહેરના 50 જેટલા સ્લમ એરિયાના વિદ્યાર્થીઓ માટે ‘જ્ઞાન સાથે ગમ્મત’ ધરાવતી એજ્યુકેશનલ ગેમ્સ રમાડી વિદ્યાર્થીઓને ભવિષ્યમાં તેઓ શું કરી શકે તે વિષયોનું જ્ઞાન પણ પુરુ પાડ્યુ હતું.

સ્લમ વિસ્તારના બાળકો પાસે જઇને યશ રોજ તેમને માર્ક્સનું નહીં પ્રતિભાનું જ્ઞાન આપે છે.

City Pride

અન્ય સમાચારો પણ છે...