તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઓઇલ ચોરીનો માસ્ટર માઇન્ડ અમરસિંહ અજમેરથી ઝડપાયો

ઓઇલ ચોરીનો માસ્ટર માઇન્ડ અમરસિંહ અજમેરથી ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યમાંથી પસાર થતી આઇઓસી અને ઓએનજીસીની ઓઇલ પાઇપ લાઇનમાંથી કયા સ્થળે અને કઇ પાઇપ લાઇનમાં ચોરી કરી શકાય તેમાં માસ્ટર માઇન્ડ ગણાતો ઓઇલચોર અમરસિંહ કેસરીસિંહ રાઠોડ (રહે હનુમાનગઢ, રાજસ્થાન) હાલ અજમેર તરફ હોવાની બાતમી ગુજરાત એટીએસને મળી હતી. અમરસિંહ આણંદ રૂરલના 2 ગુનામાં અને વિદ્યાનગર પોલીસના 1 ગુનામાં વોન્ટેડ હોવાથી પોલીસે તેને અજમેરથી પકડવા યોજના કરી હતી. વડોદરા જિલ્લા એસઓજી પોલીસે અગાઉ અમરસિંહને 2 વખત પકડયો હોવાથી અમરસિંહને ઓળખતી હોવાથી એટીએસે જિલ્લા એસઓજીની મદદ લીધી હતી. એટીએસ અને જિલ્લા એસઓજીની ટીમોએ અમરસિંહને ઝડપી લેવા અજમેરમાં ધામા નાંખ્યા હતા. દરમિયાન અજમેર નજીક કિશનગઢ કોર્ટમાં નિકળેલું વોરંટ કેન્સલ કરાવવા માટે અમરસિંહ અજમેર પહોંચ્યો હતો અને અજમેરના ગુજરાતી સમાજમાં રોકાયો હતો. અંગેની બાતમી પોલીસને મળતાં પોલીસે વહેલી સવારે ગુજરાતી સમાજમાં દરોડો પાડ્યો હતો અને આરામથી સૂઇ રહેલા અમરસિંહને દબોચી લીધો હતો.

હાલ અમરસિંહ આણંદ રૂરલના 2 ગુના અને વિદ્યાનગર પોલીસમાં 1 ગુનામાં વોન્ટેડ હતો, તે ગુનાની તપાસ અમદાવાદ આર.આર. સેલ દ્વારા કરાઇ રહી છે.

વડોદરા જિલ્લા એસઓજીએ અમરસિંહને ભૂતકાળમાં ઓઇલચોરીના કેસમાં બે વખત ઝડપી લીધો હતો. જિલ્લા એસઓજીના પોલીસ અધિકારી અને કર્મચારીઓ અમરસિંહને સારી રીતે ઓળખી શકતા હોવાથી અજમેરમાં છુપાયેલા અમરસિંહને પકડવા જિલ્લા એસઓજીની મદદ લીધી હતી. ગુજરાતી સમાજમાં રોકાયેલા અમરને એસઓજીએ ઓળખી લેતાં તે પકડાયો હતો.

આરોપી અરવિંદ રાઠોડ

અમરસિંહ સામે ઓઇલચોરીના 20થી વધુ ગુના નોંધાયેલા છે

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે અમરસિંહ સામે પાટણ, મહેસાણા, ખેડા અને વિદ્યાનગર અને આણંદ રૂરલ સહિત પોલીસ સ્ટેશનોમાં ઓઇલચોરીના 20થી વધુ ગુના નોંધાયેલા છે. હાલ તે વિદ્યાનગરના 1 અને આણંદ રૂરલના 2 ગુનામાં છેલ્લા કેટલાક સમયથી વોન્ટેડ હતો. વડોદરા ગ્રામ્યમાં પણ તેની સામે ઓઇલચોરીના ગુના નોંધાયેલા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે અજમેર નજીક કિશનગઢ કોર્ટમાં વોરંટ કેન્સલ કરાવવા માટે અમરસિંહ આવવાનો છે, તેવી બાતમી મળતાં એટીએસ અને વડોદરા જિલ્લા એસઓજીની ખાસ ટીમ અજમેર પહોંચી હતી. પોલીસની બે ટીમોએ અજમેર અને કિશનગઢ કોર્ટમાં સતત પાંચ દિવસ વોચ રાખી હતી. આખરે અમરસિંહ આવતાં પોલીસે તેને ઝડપી લીધો હતો.તેને અમદાવાદ પોલીસને સોંપાયો હતો.

પોલીસે સતત 5 દિવસ ફિલ્ડિંગ ભરવી પડી

અમરસિંહને SOGએ બે વખત પકડ્યો હતો

પંકચર કરી ઓઈલ ચોરીમાં માહેર રાઠોડ ગુજરાતી સમાજમાં રોકાયો હતો

વડોદરા જિલ્લા SOG અને ગુજરાત ATSનું સંયુકત ઓપરેશન

અન્ય સમાચારો પણ છે...