તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સરકાર RTOમાંથી મહિને રૂ.1.72 કરોડ ખંખેરી લે છે!

સરકાર RTOમાંથી મહિને રૂ.1.72 કરોડ ખંખેરી લે છે!

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવતી વખતે પાકા લાઇસન્સ માટે લેવાતા પૈસા ઉમેદવાર 6 મહિનામાં પાસ થાય તો પરત આપવા પડે છે. સરકાર દ્વારા પૈસા પરત આપવામાં આવતા નથી. ફોર વ્હીલર કે ટુ વ્હીલરનું ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા જનાર ઉમેદવારે લર્નિંગ લાઇસન્સ ફી . રૂ. 200 ભરવી પડે છે. સાથે પાકા લાઇસન્સ માટે પણ ફી ભરાવવામાં આવે છે. જે રૂ. 300 ટેસ્ટ ટ્રેક ફી ,રૂ. 200 સ્માર્ટ કાર્ડ ફી અને રૂ. 200 ન્યુ ડી.એલ.ફી એમ કુલ રૂ. 900 લેવામાં આવે છે. હવે જો ઉમેદવાર ટેસ્ટ ટ્રેક પર નિયમ મુજબ ચાર વખત ટેસ્ટ આપે અને ફેઈલ થાય તો 6 મહિના પછી ફરી લર્નિંગ લાઇસન્સ કઢાવવું પડે છે. સમયે ફરી રૂ. 900 ચૂકવવા પડે છે. સરકાર અગાઉ લીધેલ સ્માર્ટ કાર્ડ અને ન્યુ ડી.એલ. ફી પરત આપતી નથી. પરંતુ ઉપરથી ફરી વખત ઉઘરાવે છે.

જો એવરેજ દરેક આરટીઓમાં 200 ઉમેદવારો ટેસ્ટ આપે જે પૈકી રોજ 20 ટકા સરેરાસ નાપાસ થાય તો તેમના રૂ. 400 લેખે એક દિવસના 5.76 લાખ થાય અને મહિને રૂ. 1.72 કરોડ રૂપિયા થાય . જે રકમ સરકાર દ્વારા આડકતરી રીતે પરત અપાતી નથી.

ઉમેદવાર 6 માસમાં પાસ થાય તો ફરીથી 900 ભરવા પડે છે

નાપાસ ઉમેદવાર પાસેથી 6માસમાં ફરી ફી ભરાવાય છે

અન્ય સમાચારો પણ છે...