• Gujarati News
  • National
  • કમલાનગરની SBI શાખામાં પિતાને મોકલવાના નાણાં તફડાવી પલાયન

કમલાનગરની SBI શાખામાં પિતાને મોકલવાના નાણાં તફડાવી પલાયન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાગળનું બંડલ પકડાવી યુવકના ~50,000 તફડાવતાં ભેજાબાજો

આજવારોડ કમલાનગર સ્થિત અેસબીઆઇમાં ~50,000 ભરવા ગયેલા બિહારી યુવકને 2 ગઠિયા વધુ પૈસા છે, ફોર્મ ભરી આપ કહી કાગળનું બંડલ પકડાવી તેની પાસેના ~50,000 લઇ ગયો હતો. યુવક ઉપરાંત તેના 2 મિત્રોએ બાપોદ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. ગઠિયો બેંકના સીસીટીવીમાં કેદ થઇ જતાં તેના અધારે શોધખોળ શરૂ કરી છે.

મૂળ બિહારનાે રણજિત રામઅવતાર મહંતો આજવા રોડની મિ.પફમાં નોકરી કરે છે. યુવકનો મંગળવારે પગાર થતાં તેના પિતાને મોકલવાના ~18000 લઇને એસબીઅાઇમાં જવા નીકળ્યો હતો. તેની સાથે નોકરી કરતા રાધે અને મહેશે તેમના પિતાને મોકલવાના ~30,000 અને ~2000 પણ આપ્યા હતાં. સવારે 10 વાગે રણજિત ફોર્મ ભરતો હતો ત્યારે એક શખ્સ તેની પાસે આવી પેન માગી હતી. શખ્સે મારી પાસે વધુ પૈસા છે, તે કેટલા દરની કઇ નોટો છે તે ગણતરી બેંકની બહાર નીકળી મને કરી આપ અને ફોર્મ ભરી આપ તેમ જણાવ્યું હતું. બિહારી યુવકને તેના પર ભરોસો આવતા તેની સાથે બહાર નીકળ્યો હતો. સમયે બીજા એક 25 વર્ષીય છોકરાને શખ્સે બોલાવી તેની પાસેની પ્લાસ્ટિકની થેલીમાં રૂપિયાનું બંડલ હોય તેવું બાંધી રાખેલું તેને આપ્યું હતું. સમયે યુવક પાસેના ~50,000 તેના હાથમાં રાખવાનું કહેતા વિશ્વાસ બેસતા તેને આપ્યા હતાં. દરમિયાન ગુટખા ખાઇને આવીએ છીએ કહી બંને રફૂચક્કર થઇ ગયા હતાં. યુવકે થેલી ખોલીને જોતા 500ની દરની નોટના માપના કાગળો તેમજ પૂઠા ગોઠવી બંડલ બનાવ્યું હોવાનો ઘટસ્ફોટ થયો હતો. યુવકે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે 2 ભેજાબાજ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...