તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • એક્સપ્રેસ વે પર ચાર કલાક સુધી ટ્રાફિક જામ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક્સપ્રેસ વે પર ચાર કલાક સુધી ટ્રાફિક જામ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આજેવહેલી સવારે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર અમદાવાદ તરફ જઇ રહેલી બસને એક ટ્રેલરે દબાવતાં બસ ડિવાઇડર પર ચઢી ગઇ હતી. બ્રેકડાઉન થયેલી બસને ઘટના બાદ અમદાવાદથી આવતી ટ્રકના ચાલકે ટક્કર મારતાં સર્જાયેલા અકસ્માતને પગલે ડ્રાઇવર કંડકટરને ઇજા પહોંચતાં તેમને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે એક્સપ્રેસ વે પર અંદાજે ચાર કલાક ટ્રાફિક જામ થતાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

વાપી ડેપોની બસ આજે સવારે 4:30 કલાકે ચાણસ્મા જઇ રહી હતી. દરમિયાન વડોદરાથી 15 કિલોમીટર દૂર પાછળથી આવતા એક ટ્રેલર ચાલકે બસને ડિવાઇડર તરફ દબાવતાં સર્જાયેલા અકસ્માતમાં બસનું ટાયર ફાટી ગયું હતું.તેમજ બ્રેક ફેઇલ થતાં બસ અમદાવાદ -વડોદરા તરફના ડિવાઇડર પર ચડી ગઇ હતી. ઘટના બાદ બસમાં સવાર તમામ 35 મુસાફરોને અન્ય બસમાં મોકલવામાં આવ્યા હતા.બ્રેક ડાઉન બસ પાસે ડ્રાઇવર ભીખુસિંહ વાઘેલા (ઉ.વ.35) (રહે.મોતીપુરા તા.વીરપુર ) અને કંડક્ટર લલિત સેહબા(ઉ.વ.35) બેઠા હતા. દરમિયાન અડધો કલાક બાદ અમદાવાદથી વડોદરા આવતી મીઠું ભરેલી ટ્રકે પાછળથી ટક્કર મારતાં સર્જાયેલા અકસ્માતમાં બીજા અકસ્માતમાં ડ્રાઇવર કંડક્ટરને ઇજાઓ પહોચી હતી. ઘટનાને પગલે અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ વે પર અંદાજે અડધો કલાક સદંતર ટ્રાફિક બંધ કરવાની ફરજ પડી હતી. ટ્રકમાં ભરેલા મીઠાની ગૂણો રોડ પર પડતાં એક્સપ્રેસ વેની રેસ્ક્યુ ટીમ દોડી આવી હતી.

અકસ્માતમાં 2ને ઇજા : વાહનોની કતાર લાગી

વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઇ વે પર ટ્રેલર અને બસ વચ્ચે અકસ્માત સર્જાતા શુક્રવારે સવારે 4 કલાકથી વધુ સમય ટ્રાફીક જામ સર્જાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો