તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દર્શનનો ક્રેઝ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગણપતિમહોત્સવ હાલ ચરમસીમા પર છે ત્યારે વડોદરાના શ્રીજી ભક્તોમાં મુંબઈના લાલબાગના રાજા તરીકે ઓળખાતા ગણેશજીના દર્શનનું ભારે આકર્ષણ છે.જેના કારણે વડોદરા શહેરમાંથી રોજ દશેક જેટલી બસો શ્રીજી ભક્તોથી ભરાઈ જાય છે.જેના પગલે ટ્રાવેલ્સ સંચાલકોને તડાકો પડી ગયો છે.રોજ ભકતોને મુંબઈ લઈ જતી બસોનાં આયોજનો અલગ-અલગ હોય છે.

ગાંધી ટ્રાવેલ્સના સીદ્દીક ગાંધી કહે છે કે શ્રીજીની સ્થાપના થઈ ત્યારથી અમારી રોજના બેથી ત્રણ બસો મુંબઈ જાય છે.અમારા પેકેજમાં 36 કલાકનો પ્રવાસ હોય છે.જેમાં લાલબાગના રાજા ઉપરાંત સિદ્ધિવિનાયકનાં દર્શનનો પણ સમાવેશ થાય છે.શનિ-રવિ દરમિયાન અમારી પાંચથી બસો જતી હોય છે.શ્રી કૃષ્ણા ટુર - ટ્રાવેલ્સના મનીષ શાહ કહે છે કે‘ અમારી રોજ એક બસ જાય છે.પરંતુ અમારા પેકેજમાં લાલબાગના રાજા,સિદ્ધિ વિનાયક મંદિર ઉપરાંત મુંબઈ દર્શનનો પણ સમાવેશ થાય છે.અમારા પેકેજનો સમય 60 કલાકનો છે. ચિરાગ ટ્રાવેલ્સનો ચિરાગ પટેલ કહે છે કે‘ દર વરસે મારી એક બસ જાય છે.પણ મારા મતે શ્રીજી મહોત્સવ દરમિયાન અંદાજે દશેક જેટલી બસો જાય છે.

છેલ્લાં બે વરસથી લાલબાગના રાજાના દર્શને જતાં દીપિકા જાધવ કહે છે કે‘ પ્રકારના પ્રવાસમાં સમયસર બધે પહોંચવાનું હોય છે.ચરણસ્પર્શ કરવા ના મળ્યા પણ દર્શન સારી રીતે થઈ ગયાં હતાં.લાલબાગના શ્રીજીમાં મને અને મારા પરિવારના સભ્યોને અખુટ શ્રદ્ધા છે.પથ્થરગેટ વિસ્તાકમાં રહેતા અજય દેવરે કહે છે કે ‘હું દર વરસે લાલબાગના રાજાનાં દર્શન માટે મુંબઈ જાઉં છું.

જયરત્ન બિલ્ડીંગ પાસે રહેતા સોનું પૂનમ ભાઈ કહાર છેલ્લા પાંચ વરસથી હવાઈ માર્ગેજ લાલબાગના રાજાના દર્શન કરવા જાય છે.એસ.વાય.બીએમાં મ.સ.યુની.માં અભ્યાસ કરતા સોનુ કહે છે કે ‘પહેલા વરસે ગયો ત્યારે મે ગણેશજી પાસે માનતા માણી હતી કે જો હવે આવવાનું થાય તો વિમાનમાં આવવા મળે તેવી કૃપા કરજો.પણ તે પછી વિમાનમાં દર્શન કરવાની વ્યવસ્થા કોઈના કોઈ પ્રકારે થઈ જાય છે.

કેટલાક ભાવિકો ફલાઇટમાં પણ જાય છે

લાલબાગના રાજાનું વડોદરાના ભાવિકોને ઘેલંુ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો