તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વડોદરા |વડોદરામાં ગણેશોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાઇ રહ્યો છે. શહેરીજનો ગણેશમય બન્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |વડોદરામાં ગણેશોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાઇ રહ્યો છે. શહેરીજનો ગણેશમય બન્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા |વડોદરામાં ગણેશોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાઇ રહ્યો છે. શહેરીજનો ગણેશમય બન્યા છે ત્યારે શનિવાર તા.10 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી વિજય રૂપાણી શ્રીજીના દર્શન કરવાના હેતુથી શહેરની મુલાકાતે આવી રહ્યા છે. મુખ્યમંત્રી તેમની મુલાકાત દરમિયાન જૈનાચાર્ય પૂ.રત્નસુંદર સૂરિશ્વરજીની મુલાકાત લઇ તેમના આશીર્વાદ મેળવશે.મુખ્યમંત્રી વિજય રૂપાણી શનિવારે બપોરે 3 કલાકે વડોદરા આવ્યા બાદ બપોરે 3.30 કલાકે શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલા 400 વર્ષ પુરાણા શાંતિનાથ જૈન દેરાસર-કોઠીપોળની મુલાકાત લઇ ભગવાનના દર્શન કરશે. દેરાસરમાં દર્શનવિધિ પતાવી અકોટા જૈન દેરાસર ખાતે ચાર્તુમાસ અનુષ્ઠાન માટે પધારેલા પ્રખર વક્તા અને 300 થી વધુ પુસ્તકોના રચયિતા જૈનાચાર્ય પૂ.રત્નુસુંદર સૂરિશ્વરજી મહારાજ સાહેબની મુલાકાત લેશે.મુખ્યમંત્રી ત્યારબાદ સાંજે 6 થી રાત્રિના 10.15 દરમિયાન શહેરમાં 10 સ્થળોએ શ્રીજીના દર્શનનો લ્હાવો લેશે. મુખ્યમંત્રીની સાથે રમત-ગમત રાજ્યમંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, મેયર ભરત ડાંહર, સાંસદ રંજનબહેન ભટ્ટ અને ધારાસભ્યો શ્રીજી દર્શનમાં જોડાશે.

આજે મુખ્યમંત્રી રૂપાણી જૈનાચાર્ય રત્નસુંદર સૂરિશ્વજીને મળશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો