તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મેયરે કોઇ પ્રતિભાવ આપતાં માલધારીઓ વીલા મોઢે પરત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેયરે કોઇ પ્રતિભાવ આપતાં માલધારીઓ વીલા મોઢે પરત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઢોરો ભગાડવા પાઇલોટિંગ કરતા 9 પશુપાલકો ગુનો નોંધાતા ભૂગર્ભમાં

ગોત્રીવાસણા રોડ પર રસ્તે રખડતી ગાયોને પકડવા માટે ગયેલી પોલીસની ટીમનું પાયલોટીંગ કરનારા 9 પશુપાલકો હવે પોલીસથી ભાગતા ફરી રહ્યા છે. 9 પશુપાલકોની ગુરુવાર રાતથી સઘન શોધખોળ શરુ કરાઇ છે પરંતુ પોલીસની બચવા તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.પોલીસે તમામ પશુપાલકોના ઘેર છાપા માર્યા હતા પણ તેઓ મળી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે પશુપાલકોની ટોળકીએ પોલીસ કર્મચારીઓ પર હુમલો કરી તંગદિલી ફેલાવી હતી. ગોત્રી પોલીસે સ્થળ પરથી 4 શખ્સોને ઝડપી પાડી ગુનાઇત મનુષ્યવધ કરવાની કોશિશ સહિતનો ગુનો નોંધ્યો હતો.

ગત ગુરુવારે કોર્પોરેશનની ઢોર પાર્ટીના અધિકારીઓ અને કર્મચારીઓ રસ્તે રખડતી ગાયોને પકડવા માટે ગોત્રી વાસણા રોડ પર નીકળ્યા હતા. ગોત્રી પોલીસની ટીમ પણ તેમની સાથે હતી.દરમિયાન ગેરી લેબોરેટરી સામે 20 જેટલા પશુપાલકોની ટોળકી ધસી ગઇ હતી અને આતંક સર્જી ગોત્રી પોલીસના પોલીસ કર્મચારીઓ પર લાકડી વડે હુમલો કર્યો હતો. પોલીસે સ્થળ પરથી 4 શખ્સને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય 9 શખ્સની ઓળખ કરી તપાસ શરુ કરી હતી.

જો કે પોલીસ અને સેવાસદનની ટીમ ગાયો પકડવા આવી રહી હતી, ત્યારે ગાયોને ભગાડવા માટે પોલીસની ટીમનું પાયલોટીંગ કરનારા પશુપાલકો હવે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસથી બચવા ભાગતા ફરી રહ્યા છે.ગોત્રી પોલીસે ગુરુવારની ઘટનામાં પોલીસ પર હુમલો કરનારા 9 પશુપાલકોની ઓળખ કરીને તેમના નામ સરનામા પણ મેળવી લીધા હતા અને ગુરુવાર રાતથી તમામના ઘેર છાપા મારવાનું શરુ કર્યું હતું. જો કે તેમના ઘરે પશુપાલકો મળી આવ્યા હતા. તેમના ઘેર તપાસ કરાતા તેઓ ઘરે આવ્યા ના હોવાનું પરિવારે જણાવ્યું હતું. પોલીસે શુક્રવારે દિવસભર પણ પશુપાલકોના ઘેર તેમજ તેઓ રોજ જયાં બેસે છે તેવા તમામ સ્થળો પર તપાસ કરી હતી પરંતુ તેઓ મળી આવ્યા હતા. ગોત્રી પોલીસ સ્ટેશનના પી.આઇ એમ.ડી.પુવારે જણાવ્યું હતું કે તમામ ભાગતા ફરી રહેલા શખ્સોની ઓળખ થઇ ગયા બાદ તેમની ધરપકડની કાર્યવાહી શરુ કરાઇ છે પણ હજી મળી આવ્યા નથી.

ઘર સહિતના આશ્રય સ્થાનો પર તપાસ : ગુનો નોંધાતાં રાતે ઘરે ગયા

ગોત્રીમાં પોલીસ કર્મચારીઓ પરના હુમલામાં આરોપીની શોધખોળ

બેઠકમાં હાજર રહેવાનો પ્રસ્તાવ મેયરે ફગાવ્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો