તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ઓપન હાઉસમાં 7 TP ડીમ્ડ એનએ પ્રાપ્ત જાહેર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓપન હાઉસમાં 7 TP ડીમ્ડ એનએ પ્રાપ્ત જાહેર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરાજિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે શુક્રવારે જમીનોના પડતર પ્રશ્નોના નિકાલ માટે ધારાસભા હોલમાં ઓપન હાઉસ કાર્યક્રમ રમત-ગમત રાજ્યમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. ઓપન હાઉસમાં રમત-ગમત રાજ્યમંત્રીએ રાજ્ય સરકારે તા.2 સપ્ટેમ્બરે કરેલા નવા સુધારાને આધારે શહેરની 7 ટીપી સ્કીમ્સને ડીમ્ડ એનએ પ્રાપ્ત જાહેર કરી હતી. ઉપરાંત 191 અરજદારોને જમીન વિષયક વિવિધ પરવાનગીઓના આદેશો એનાયત કર્યા હતા.

કલેકટર કચેરીના ધારાસભા હોલમાં આયોજિત ઓપન હાઉસમાં મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ સયાજીપુરા, હરણી, અકોટા, તાંદલજા, સૈયદ વાસણા, ગોત્રી અને જેતલપુર વિસ્તારની 7 ટીપી સ્કીમ્સને રાજ્ય સરકારના તાજેતરના તા.2 જી સપ્ટેમ્બરના સુધારાને આધારે ડિમ્ડ એનએ જાહેર કરી હતી. જેના પગલે ટીપી સ્કીમ્સ હેઠળની જમીનોમાં બાંધકામ પરવાનગીની પ્રક્રિયા અત્યંત પારદર્શક બનવાથી લોકોના સમય અને નાણાંની બચત થશે. ઓપન હાઉસમાં અંદાજે 106 હેકટરથી વધુ જમીનોની પરવાનગીથી સરકારની તિજોરીને અંદાજે રૂા.82 કરોડથી વધુના પ્રિમિયમની આવક થઇ હતી. કલેકટર લોચન સેહરાએ દર મહિને ઓપન હાઉસ યોજીને જમીન વિષયક મહેસુલી કેસોના નિરાકરણ દ્વારા અરજદારોને સીધો લાભ આપવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, નવા સુધારાને કારણે વિવિધ મંજુરીઓ માટેની અરજદારોની ફાઇલ્સને હવે જુની પ્રક્રિયા મુજબ 23 જેટલાં વિભાગોમાંથી પસાર નહીં થવું પડે.

જમીન વિષયક વિવિધ પરવાનગીઓના આદેશો

બાંધકામ મંજૂરીની પ્રક્રિયા પારદર્શક કરવા પ્રયાસ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો