તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વિદ્યાર્થીઓએ ટેલિવિઝન, રેડિયો, એડ્. વિષયો પર અધ્યયન રજૂ કર્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદ્યાર્થીઓએ ટેલિવિઝન, રેડિયો, એડ્. વિષયો પર અધ્યયન રજૂ કર્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રેઝેન્ટેશનમાં ડિજિટલ ગેમ્સમાં 1978 થી 2016 સુધી આવેલા પરિવર્તનોનો અભ્યાસ કર્યો હતો. લોકપ્રિય ગેમ્સ જેમ કે મારીઓ, સ્નાઈપર, કેન્ડી ક્રશ અને હાલમાં ખૂબ ચર્ચાસ્પદ બનેલ પોકેમોન ગો વિશેના તારણો રજૂ કર્યા હતા. પ્રતિકના મત મુજબ લોકો ગેમ્સ પાછળ કલાકો ગાળે છે. ગેમ્સનું લોકોને વળગણ લાગે છે. ઘણી રમતો તમારા મગજનો વિકાસ કરે છે જ્યારે ઘણી મગજને નુકસાન પણ કરી શકે છે. મનોરંજનના આશયથી રમાતી ગેમ્સમાં પણ વિવેકપૂર્વક કાળજી લેવી જરૂરી છે.

ફ્રી બેઝીક્સ અને નેટ ન્યુટ્રીઆલીટી વિષે દેશભરમાં ભારે ચર્ચા જાગી હતી અને ટ્રાઈ દ્વારા લોકોના મંતવ્યો વિષય પર મંગાવાયા હતા. ચર્ચા બાદ ફ્રી બેઝીક્સના પ્રસ્તાવને ફગાવી દેવાયો હતો. પ્રશાંતને નેટ ન્યુટ્રીઆલીટી વિષે વડોદરામાં નેટ યૂઝ કરનારા સામાન્ય લોકો, ગૃહિણીઓ, લારીગલ્લા વાળા, ટ્રાફિક પોલીસમાં સર્વે કર્યો હતો. જે પૈકી ઘણાને વિષયની સમજણ નહોતી. જ્યારે પ્રશાંતે ફ્રી બેઝીક્સ વિષે લોકોને સમજાવ્યું ત્યારે ઘણાએ સ્કીમ સામાન્ય લોકોના ફાયદામાં રહી હોત તેવો મત વ્યક્ત કર્યો હતો.

સિટી રિપોર્ટર @cbvadodaraએમ.એસ.યુનિ.નીજર્નાલિઝમ એન્ડ માસ કમ્યુનીકેશન ફેકલ્ટીમાં મીડિયા સેમીનાર યોજાયો હતો. જેમાં છાત્રોએ ઓનલાઈન ગેમ્સથી માંડીને ગેમ ઓફ થ્રોન સીરીયલ સુધીના વિષય પર રસપ્રદ પ્રેઝન્ટેશન રજુ કર્યા હતા. ફેકલ્ટીના ડીન ડૉ.નીતિ ચોપરાએ જણાવ્યું હતું કે, પ્રેઝેન્ટેશન છાત્રોના કોમ્યુનિકેશન એક્શન પ્રોજેક્ટનો ભાગ છે. જેમાં એક્સટર્નલ એક્સપર્ટની હાજરીમાં વિદ્યાર્થીઓ ટેલીવિઝન, રેડિયો, એડ.,પ્રિન્ટ મીડિયા, બ્લોગ જેવા વિષયો પર પોતાનું અધ્યયન રજુ કરે છે. વખતે કુલ 24 છાત્રોએ વિવિધ વિષયો પર પોતાના સંશોધન રજૂ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો