• Gujarati News
  • National
  • પાંચમા માળે ફલેટમાં જુગાર રમતા 9 વેપારીઓ ઝડપાયા

પાંચમા માળે ફલેટમાં જુગાર રમતા 9 વેપારીઓ ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ન્યુવીઆઇપી રોડ પર સિદ્ધાર્થ હાઇટ્સના પાંચમા માળના વૈભવી ફ્લેટમાં શ્રાવણિયો જુગાર રમી રહેલા નવ વેપારીઓને પોલીસની ક્રાઇમ બ્રાંચે રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે રૂા. 7,66,300નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ન્યુ વીઆઇપી રોડ પર આવેલી નરસિંહધામ સોસાયટી પાસેના સિદ્ધાર્થ હાઇટ્સના પાંચમા માળે કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા છે તેવી બાતમી ક્રાઇમ બ્રાંચને મળી હતી. જેને આધારે ક્રાઇમ બ્રાંચની ટીમે દરોડો પાડતાં દિલીપ ઉર્ફે ગુરુજી રાધાકિસન ગોહાણી (રહે. સિદ્ધાર્થ હાઇટ્સ) મનિન્દ્રસિંગ ઉર્ફે મીનીયો ગોવિંદસીંગ રાજપૂત (રહે. શ્રી હરિ ટાઉનશિપ) પ્રદીપ દોલરામ વિસવાણી (રહે. વિનાયક રેસિડેન્સી) નિલેશ મગનમલ લાલવાણી (રહે. (શ્રુચી સોસાયટી) મનિષ ઉર્ફે કેબી પરસોત્તમ સાજનાની (રહે. હરિહર એપાર્ટમેન્ટ) દિનેશ ઉર્ફે દીપુ અશોક સેવાણી (રહે. એસ કે કોલોની) ગૌતમ ટિકમદાસ દાસવાણી (રહે. કૃષ્ણકુંજ સોસા.) ભરત શ્યામલાલ મંગવાણી (રહે. વૈકુંઠ-2), નિલેશ કનૈયાલાલ નાથાણી (રહે. સંતકંવર કોલોની) જુગાર રમતાં રંગેહાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે જુગારિયાઓ પાસેથી રોકડા 1,50,300, 7 નંગ મોબાઇલ ફોન અને સ્વિફ્ટ કાર સહિત કુલ રૂા. 7,66,300નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પકડાયેલા જુગારિયાઓમાં મોટાભાગના કાપડના વેપારી હતા. ગઇકાલે બકરાવાડીમાં જુગાર રમતા પકડાયેલો દિનેશભાઈ ઉર્ફે દિપુ અશોકભાઈ સેવાણી બુધવારે ફરી પકડાયો હતો.

દોઢ લાખની રોકડ, કાર સહિત 7.66 લાખનો મુદ્દામાલ જપ્ત

ન્યુ વીઆઇપી રોડ પરના સિદ્ધાર્થ હાઇટ્સમાં પોલીસનો દરોડો

અન્ય સમાચારો પણ છે...