41 ટીપી સ્કીમ માટે હવે એક જ TPO

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેર અને તેની આસપાસના વિસ્તારોના વિકાસમાં અંતરાયરૂપ ટીપી સ્કીમોને અંતિમ સ્વરૂપ આપવા માટે સરકારે વડોદરા માટે એક જ ટીપીઓની નિમણૂક કરી છે અને તેના કારણે 41 ટીપી સ્કીમોના વિસ્તારોમાં રસ્તા,બગીચા,સ્ટ્રીટલાઇટ,પાણી,ડ્રેનેજ સહિતની પ્રાથમિક સુુવિધાઓ પૂરી પાડવાનો રસ્તો ખૂલશે.

અત્રે નોંધનીય છે કે, ટીપી સ્કીમોનો ઇરાદો જાહેર કરાયા બાદ તેનો મુસદ્દો ઘડવામાં આવે છે અને ત્યારબાદ તેને ડ્રાફટ લેવેલે મંજૂર કરવામાં આવે છે. પરંતુ,ઘણા કિસ્સામાં વાંધાઓના કારણે ટીપી સ્કીમોની મંજૂરી પર બ્રેક વાગે છે અને તેના કારણે સરકારમાંથી પણ તેમાં ફેરફાર કરવાની સૂચના સાથે ટીપી સ્કીમના નકશા પરત મોકલવામાં આવે છે. પાલિકાની હદમાં એક સાથે 26 ટીપી સ્કીમ મૂકવામાં આવી હતી અને તે પૈકી 14 ટીપી સ્કીમ સુધારા કરવાની સૂચના સાથે પાલિકાને પરત મળી હતી. સામાન્ય રીતે, બેથી ત્રણ ટીપી સ્કીમ માટે સરકાર અલગથી ટાઉન પ્લાનિંગ ઓફિસરની નિમણૂક કરે છે અને તે મુજબની કાર્યવાહી હાલના તબક્કે ચાલતી હતી. પરંતુ, વડોદરાના વિકાસમાં ટીપી સ્કીમોનું ભવિષ્ય અંધારામાં મૂકાયું હતું અને આગામી તબક્કામાં બુલેટ ટ્રેનનો પ્રોજેકટ પણ વડોદરામાંથી પસાર થઇ રહ્યો છે ત્યારે તેના પર હવે ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.ટીપી સ્કીમ ડ્રાફટ સ્તરે કે ફાઇનલ સ્તરે પહોંચે તો 40 ટકા જમીન કપાત કરવામાં આવે તો જે તે વિસ્તારોના રહીશોને રસ્તા, બગીચા, શૈક્ષણિક હેતુ માટે, દવાખાના માટે, ટાઉન હોલની સુવિધા પૂૂરી પાડી શકાય તે માટે પ્લોટ્સ મળી શકશે અને તેની કિંમત કરોડો રૂપિયામાં હોય છે.

જે અન્વયે, વડોદરાની પાલિકા અને વુડા હેઠળની 41 ટીપી સ્કીમને આખરી કરવા માટે સરકારે હાલની વિકેન્દ્રિકરણવાળી સિસ્ટમને વિખેરી નાંખી છે.એટલુું જ નહીં, વડોદરાની 41 ટીપી સ્કીમની કાર્યવાહી માટે કુબેરભવનના આઠમા માળે નગર નિયોજકની કચેરી ફાળવવામાં આવી છે અને તેના માટે ટીપીઓ તરીકે સિનિયર અધિકારી મૂકવામાં આવ્યા છે.

પાલિકા અને વુડા હેઠળની 41 ટીપી સ્કીમ
(1) ગોત્રી ટીપી સ્કીમ નંબર 63

(2) ગોત્રી ટીપી સ્કીમ નંબર 61

(3) સયાજીપુરા-સવાદ-બાપોદ ટીપી સ્કીમ નંબર 6

(4)પાદરા ટીપી નંબર 2

(5)સમા-દુમાડ-વેમાલી ટીપી નંબર 2

(6)સમિયાલા બીલભાયલી ટીપી સ્કીમ નંબર 5

(7)છાણી ટીપી સ્કીમ નંબર 46

(8)છાણી ટીપી સ્કીમ નંબર 47

(9)બાપોદ ટીપી સ્કીમ નંબર 4

(10)સવાદ ટીપી સ્કીમ નંબર 5

(11)અકોટા તાંદલજા ટીપી નંબર 22

(12)યવતેશ્વર ભીમનાથ મહાદેવ ટીપી સ્કીમ નંબર 66

(13)ડભોઇ ટીપી સ્કીમ નંબર 1

(14)નિઝામપુરા ટીપી સ્કીમ નંબર 12

(15)ગોરવા કરોડિયા ટીપી સ્કીમ નંબર 55 એ

(16)ગોરવા અંકોડિયા ટીપી નંબર 1

(17)અંકોડિયા ટીપી સ્કીમ નંબર 1

(18)સમા ટીપી સ્કીમ નંબર 2

(19)હરણી ટીપી સ્કીમ નંબર 2

(20)છાણી ટીપી સ્કીમ નંબર 48

(21)છાણી ટીપી સ્કીમ નંબર 49

(22)વેમાલી ટીપી સ્કીમ નંબર 1

(23)ખાનપુર અંકોડિયા ટીપી નંબર 2

(24)સેવાસી ટીપી સ્કીમ નંબર 2

(25)તાંદલજા ટીપી સ્કીમ નંબર 26

(26)તાંદલજા ટીપી સ્કીમ નંબર 27

(27)બાપોદ ટીપી સ્કીમ નંબર 43

(28)તરસાલી ટીપી સ્કીમ નંબર 38

(29)તરસાલી ટીપી સ્કીમ નંબર 39

(30)અટલાદરા ટીપી સ્કીમ નંબર 25

(31)ગોત્રી ટીપી સ્કીમ નંબર 8

(32)તાંદલજા ટીપી સ્કીમ નંબર 24

(33)સૈયદ વાસણા ટીપી નંબર 17

(34)ગોત્રી ટીપી સ્કીમ નંબર 60

(35)ખાનપુર સેવાસી ટીપી નંબર 1

(36)ગોરવા ટીપી સ્કીમ નંબર 55-બી

(37)બાપોદ ટીપી સ્કીમ નંબર 44

(38)કપૂરાઇ ટીપી સ્કીમ નંબર 40

(39) કપૂરાઇ ટીપી સ્કીમ નંબર 41

(40) કપૂરાઇ ટીપી સ્કીમ નંબર 42

(41)હરણી સયાજીપુુરા ટીપી નં. 45

ટીપી સ્કીમ વિસ્તારના નાગરિકોને શું ફાયદો થશે?
ખાબડખૂબડ રસ્તાના બદલે પાકા રસ્તાની સુવિધા મળશે.

સ્ટ્રીટલાઇટની સુવિધા મળશે.

પાણી અને ડ્રેનેજની વ્યવસ્થા ઉભી થશે.

બાગ- બગીચા,સરકારી દવાખાનાની વ્યવસ્થા ભવિષ્યમાં મળશે.

પેન્ડિંગ સ્કીમોનો નિકાલ થતાં લોકોને મળવાપાત્ર સુવિધામાં વધારો મળશે
ઘણી ટીપી સ્કીમો એવી છે કે જે લાંબા સમયથી પેન્ડિંગ પડી છે અને તેના કારણે સ્થાનિક રહેવાસીઓને પાયાની સુવિધા મળી શકતી નથી. સરકારે વડોદરા માટે એક જ ટીપીઓની નિમણૂક કરતાં જમીનમાલિકો સાથેના પડતર પ્રશ્નોનો ઉકેલ સરળતાથી આવી શકશે અને લોકોને રસ્તા, લાઇટ સહિતની પાયાની સુવિધા મેળવવામાં સરળતા રહેશે. જતીન અમીન, પ્રેસિડન્ટ, ક્રેડાઇ-વડોદરા

અન્ય સમાચારો પણ છે...