• Gujarati News
  • National
  • રેલવેમાં ફેરી કરતા યુવાનનો આપઘાત

રેલવેમાં ફેરી કરતા યુવાનનો આપઘાત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | પરિણીત યુવકે પોતાના ઘરમાં જ શુક્રવારે મોડી રાત્રે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. સવારે ઉઠેલાં પરિવારજનો યુવકને ગળે ફાંસો ખાઇ લટકતો જોતાં સ્તબ્ધ રહી ગયાં હતાં.

શહેરના અકોટા વિસ્તારમાં આવેલા નવાવાડમાં રહેતાે 32 વર્ષીય ઇમરાન અહેમદ શેખ રેલવે સ્ટેશન ખાતે ફેરિયા તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ઇમરાનને એક 3 વર્ષનો પુત્ર પણ છે. ઇમરાન શુક્રવારે રાત્રે 12 વાગ્યા સુધી તેના પરિવાર સાથે જમી પરવારી બેઠો હતો. જોકે મોડી રાત્રે તેણે એકાએક પ્લાસ્ટિકની દોરી વડે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવને પગલે પરિવારનાં સભ્યો તેમજ આસપાસમાં રહેતાં લોકોને જાણ થતાં તેઓ દોડી આવ્યાં હતાં. તેમજ બનાવ અંગે ગોત્રી પોલીસને જાણ કરાતાં યુવકના મૃતદેહનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...