• Gujarati News
  • National
  • રેલવેની સિસ્ટમ હેક કરી ઇ ટિકિટ કાઢવાનું કૌભાંડ

રેલવેની સિસ્ટમ હેક કરી ઇ-ટિકિટ કાઢવાનું કૌભાંડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રેડ મિર્ચી નામના સોફ્ટવેરની મદદથી રેલવેની ઓનલાઇ્ન રિઝર્વેશન સિસ્ટમ હેક કરી દીધા બાદ ક્વોટા મુજબની તમામ ઇ-ટિકીટ મેળવી લઇ કાળા બજાર કરનારો એજન્ટ રેલવે આરપીએફ ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાઇ ગયો હતો. આરપીએફે તેની પાસેથી 9 તાજી ટિકીટ અને 5 જુની ટિકીટો પણ કબજે કરી હતી.

સંગમ ચાર રસ્તા પાસે સુભાષ શોપિંગ સેન્ટરમાં આવેલ મંત્ર સર્વિસીસ નામની દુકાનમાં રેલવેની ખાસ સોફ્ટવેર દ્વારા રેલવે રિઝર્વેશન સિસ્ટમને થોડા સમય સુધી હેક કરી લઇ ઇ-ટિકીટ કાઢી લીધા બાદ ઉંચા ભાવે વેચવામાં આવે છે. તેવી બાતમીના આધારે આરપીએફ ક્રાઇમ બ્રાન્ચે શુક્રવારે સાંજે મંત્ર સર્વિસીસમાં દરોડો પાડયો હતો. પોલીસના હાથે દુકાનના મોલિક રોહન ઉત્તમરાવ ટાપરે (રહે, સમર્થ સોસા.પાણીની ટાંકી પાસે, કારેલીબાગ) ઝડપાઇ ગયો હતો. પોલીસે તેની પાસેથી 9 તાજી ઇ-ટિકીટ તથા 5 જુની તારીખની ઇ-ટિકી કબજે કરવાની સાથે લેપટોપ, સીપીયુ તા ઇંટરનેટ ડોંગલ સહિતની સામગ્રી જપ્ત કરી હતી.

સુરતમાં 6.50 કરોડનું કૌભાંડ ઝડપાયંુ હતું
ગત એપ્રીલમાં સુરતમાં પણ એક એજન્ટ પોલીસના હાથે ઝડપાયો હતો. આ એજન્ટ કાઉન્ટર નામના સોફ્ટવેરથી રેલવે ઓનલાઇન સિસ્ટમને હેક કરી દેતો હતો. પોલીસે તેની પાસેથી 6.50 કરોડ જપ્ત કર્યા હતા. ત્રણ દિવસ પહેલા આરપીએફ ક્રાઇમ બ્રાન્ચે હરિનગરમાંથી પણ સાયબર હટમાંથી આ જ પ્રકારનું કૌંભાડ ઝડપી પાડયુ હતું.

અન્ય સમાચારો પણ છે...