• Gujarati News
  • National
  • સાયના નેહવાલને પણ કોચિંગ આપી ચૂક્યાં છે

સાયના નેહવાલને પણ કોચિંગ આપી ચૂક્યાં છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મારા પિતા વૉલીબૉલમાં આંતરરાષ્ટ્રીય ખેલાડી અને સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં સ્પોર્ટ્સ ડાયરેક્ટર હતા. જ્યારે મોટાભાઈ બાસ્કેટબોલ અને હું બેડમિન્ટન પ્લેયર હતો. માટે ઘરમાં સ્પોર્ટ્સનું વાતાવરણ પહેલેથી જ હતું.

મેં મારુ એજ્યુકેશન કોમર્સમાં સુરતની કે.બી કોમર્સ કોલેજમાંથી પૂરું કર્યું હતું. ત્યારબાદ હું બેંકમાં નોકરી કરતો હતો. ત્યારે એક કંપનીમાં કોચિંગ આપવાનું શરૂ કર્યું હતું. તે સમયે મારા પિતાએ મને માર્ગદર્શન આપ્યું કે તને કોચિંગમાં વધુ રસ હોય તો તારે એન.આઈ.એસ પટિયાલા, પંજાબ ખાતે સ્પોર્ટ્સ કોચિંગનો અભ્યાસ કરવા જવું જોઇએ. જેથી મેં કોચિંગનો અભ્યાસ મેળવ્યો. ત્યારબાદ પટિયાલાથી સુરત પરત ફર્યો અને સુરતમાં કોચિંગ આપવાનું શરૂ કર્યું. મને પ્રોફેશનલ કોચિંગમાં મજા આવતી હતી સાથે પૈસા પણ મળતા હતા. ત્યારે કમિશનર યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ દ્વારા જાહેરાત બહાર પોડવામાં આવી હતી. જેમાં ઇન્ટરવ્યૂ આપી બેડમિન્ટન કોચ તરીકે પસંદ થયો હતો. ત્યારબાદ સાયના નેહવાલ સહિતના આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને ટ્રેનિંગ આપી હતી.

બાળકોની પ્રેક્ટિસ માટે સ્કૂલ-કોલેજના શિક્ષકોને આજીજી કરી
શરૂઆતમાં મારું પોસ્ટિંગ વડોદરામાં થયુ હતું. ત્યારે બાલભવન અને સયાજી વિહાર ક્લ્બમાં કોચિંગ માટે સંપર્ક કર્યો. શહેરમાં કોર્ટ ઘણા હતા, પણ પ્રક્ટિસ કરનાર ખેલાડીઓ આવતા ન હતા. હું સુરતમાં હતો ત્યારે કોર્ટ એક જ હતી પણ પ્રેક્ટિસ કરનાર ખેલાડીઓ 30 હતા. અહીં શરૂઆતમાં કોચિંગ કરવામાં બહુ મુશ્કેલી પડતી હતી. ત્યારે મેં સ્કૂલ, કોલેજ, સ્પોર્ટ્સ ક્લ્બ, પ્રિન્સિપલ અને વ્યાયામ શિક્ષકોને આજીજી કરીને બાળકોને પ્રેક્ટિસ માટે કોર્ટમાં લાવે તેવી વ્યવસ્થા ઉભી કરી હતી.

27 વર્ષથી નેશનલ કોચ તરીકે કાર્યરત છે
કોચિંગ શરૂ કર્યા પછી બાળકોને ટ્રેનિંગ આપવાની શરૂ કરી હતી. મારી પાસે ટ્રેનિંગ લેતા ખેલાડીઓએ જિલ્લા રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ અનેક મેડલ પ્રાપ્ત કર્યા. તેમાં પણ વડોદરાના વૈદવિ દવે અને પ્રતીક પટેલ બેડમિન્ટન રાષ્ટ્રીય ટીમમાં પસંદગી પામ્યા. જેથી મને બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયાએ જુનિયર રાષ્ટ્રીય ટીમના કોચ તરીકે 5 વર્ષ માટે નીમ્યો હતો. જેમાં આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લઇ રહેલા ખેલાડીઓ સાઈના નેહવાલ, સાંઈ પરનીત, અજય જયરામ, અક્ષય દેવલકર જેવા અનેક ખેલાડીઓને કોચિંગ આપ્યું હતું. છેલ્લા 27 વર્ષથી ગુજરાત અને રાષ્ટ્રીય કક્ષાએ નેશનલ ટીમના કોચ તરીકે ફરજ બજાવું છું. કોચિંગ કરી વિદ્યાર્થીઓને આગળ લાવવામાં સંતોષ મળે તેટલો બીજા કોઇ કાર્યમાં નથી.

સ્કૂલમાં સ્પોર્ટ્સ ફરજિયાત થશે તો ભારત બીજા દેશોને માત આપશે
સરકારે સ્કૂલમાં સ્પોર્ટ્સને ફરજિયાત કરી માર્ક્સ ટકાવારીમાં સામેલ કરવા જોઈએ. જેથી બાળક અને વાલીઓનું રમતમાં સીધું સંકલન થશે. જેથી ખેલાડી અને રમત તંદુરસ્ત બનશે. વિદ્યાર્થીઓ સારી વિચાર શક્તિ કેળવે, લીડરશીપ શીખે, વધુ સમય મેદાનમાં રહેવાથી કુટેવોથી દુર રહેશે. આમ કરવાથી ચીન, અમેરિકાની જેમ ભારત સ્પોર્ટ્સમાં આગળ આવશે.

સરકારી એકમોમાં સ્પોર્ટ્સ ક્વોટામાં નોકરી બંધ થઇ તે ખોટું પગલું છે
રાજ્ય સરકાર હસ્તક અનેક કંપની અને વિભાગ છે. જેમાં ગુજરાતના રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમેલા ખેલાડીઓને રોજગારી મળે તેવી તક અપાતી હતી. જે બંધ થઇ ગઇ. ભૂતકાળમાં GSFC અને GNFC જેવી અનેક કંપનીઓએ ખેલાડીઓને નોકરી આપી છે. આ ફરીથી શરૂ કરવામાં આવે તો ખેલાડીઓ રમત સાથે સંકળાયેલા રહે અને વાલીઓ સંતાનને સ્પોર્ટ્સમાં આગળ વધારી નોકરીનું સ્વપ્ન સેવી શકે.
અન્ય સમાચારો પણ છે...