• Gujarati News
  • National
  • ઓફરોડિંગમાં ગુજરાતભરના કાર રેસર આવશે

ઓફરોડિંગમાં ગુજરાતભરના કાર રેસર આવશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત ટુરિઝમના સહયોગથી ઓરસંગ કેમ્પ ચાણોદ ખાતે એડવેન્ચર ફેસ્ટિવલનું આયોજન તા.1થી 15 જુલાઇ સુધી કરવામાં આવ્યું છે. જેમાં સાઇકલ અને એડવેન્ચર સ્પોર્ટ્સ બાદ એડવેન્ચર ફેસ્ટિવલ અંતર્ગત ઑફરોડિંગ ઈવેન્ટ્સમાં કાર રાઇડીંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઑફરોડિંગ ઈવેન્ટ્સ તા.15 જુલાઈના રોજ ઓરસંગ કેમ્પ ચાણોદ ખાતે યોજાશે. જેમાં ગુજરાતભરમાંથી કાર રેસર ભાગ લેશે. ગુજરાત સરકારના ટુરિઝમ વિભાગ અને ઓરસંગ કેેમ્પ દ્વારા યોજવામાં આવેલા આ કાર્યક્રમને નિહાળવા માટે શહેરના તમામ લોકો નિ:શુલ્ક ભાગ લઇ શકે છે. જેમાં રોમાંચનો અનુભવ મળશે.

અન્ય સમાચારો પણ છે...