• Gujarati News
  • National
  • દરેક સભ્યની તાકાતને સમજી લીડર તેની ટીમના સભ્યોની પસંદગી કરે છે

દરેક સભ્યની તાકાતને સમજી લીડર તેની ટીમના સભ્યોની પસંદગી કરે છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લગાન ફિલ્મમાં ભુવન, મુખીયા, કેપ્ટન રસેલ અને રાજાજી ચારેય પાત્રના નેતૃત્વમાં વિભીન્નતા હતી. ભુવન આશાવાદી હતો. મુખીયા ટુંકા સમય માટે ઉકેલ આપતા હતા, કેપ્ટન રસેલ સ્વૈચ્છિક હતા જ્યારે રાજાજી સારા માનવ હતા પરંતુ નેતૃત્વમાં નબળા હતા. તેમ લગાન ફિલ્મના સંદર્ભમાં ટીમવર્ક અને નેતૃત્વ વિશે સ્પીકર નિર્મલ પારેખે જણાવ્યું હતું. તાજેતરમાં યુવાલય ખાતે યુવાટોકિઝનું આયોજન કરવામાં આવ્યું હતું.

લીડર વિશે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે એક લીડર તમામ પરિસ્થિતીમાં સકારાત્મક વલણ જુએ છે. ઉપરાંત તમામ કાર્યોની શરૂઆત કરવામાં ડરતા નથી અને ઇનિશીયેટીવ લઇ લે છે. લીડરનો ગુણધર્મ હોય છે કે તેઓ તમામ પરિસ્થિતીઓનો સામનો કરે છે. જે પડકારોનો પહેલા સામનો ન કર્યો હોય તેવા પણ પડકારોનો સામનો કરી સમસ્યાના ઉકેલ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. દરેક વ્યક્તિઓની તાકાત લઇને લીડર ટીમ બનાવતો હોય છે. કોઈ શંકા નથી કે બધા લોકો જુદા હોય છે અને દરેકને અલગ રૂચિ હોય છે. પરંતુ નેતાની ફરજ હોય છે કે યોગ્ય સમયે યોગ્ય લોકોની સામે ઉત્સાહ અને કામગીરી બહાર લાવે.

Yuva Talkies

યુવાનો સહિત મોટાંઓએ પણ યુવા ટોકિઝમાં ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...