• Gujarati News
  • National
  • સેનેટની પ્રથમ બેઠક પૂર્વે બુસા દ્વારા વિરોધ પ્રદર્શન

સેનેટની પ્રથમ બેઠક પૂર્વે બુસા દ્વારા વિરોધ પ્રદર્શન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

એમ.એસ.યુનિ.નીઆગામી તા.23 માર્ચના રોજ મળનાર સેનેટની પ્રથમ બેઠકમાં બુસા દ્વારા કર્મચારીઓની પડતર માંગણીઓને લઇને ઉગ્ર વિરોધ કરવામાં આવશે. જેમાં યુનિ.ના કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ આપવા, 12-24નો હાયર ગ્રેડ સ્કેલ આપવા, હંગામી કર્મચારીઓને કાયમી કરવા, બિનશૈક્ષણીક કર્મચારીઓનું વહિવટી કર્મચારી તરીકે નામાભિધાન કરવાની માંગ તથા સરકારની પૂર્વ મંજૂરી સિવાય ઉભી કરાયેલ પ્રોગ્રામ ઓફીસરની જગ્યાનો વિરોધ કરવામાં આવશે.

સર્વસત્તાધીશ ગણાતી એમ.એસ.યુનિ.ની સેનેટની 104 સભ્યો ધરાવતી પ્રથમ બેઠક 23મીના રોજ મળનાર છે. જેમાં સરકાર નિયુક્ત 15 સેનેટ સભ્યો પણ હાજર રહેશે. ત્યારે બરોડા યુનિવર્સિટી સ્ટાફ એસોસીએશન દ્વારા બેઠક પહેલાં સરકાર નિયુક્ત તથા ચૂંટાયેલા મળી તમામ સેનેટ સભ્યો સમક્ષ યુનિ.ના કર્મચારીઓને કાયમી કરવા સહિતની માંગણીઓને ઉગ્ર રીતે રજૂઆત કરવાની કવાયત હાથ ધરી છે. માટે બુસાના પ્રમુખ પ્રતાપરાવ ભોઇટે દ્વારા યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓ ખાતે કર્મચારીઓની તબક્કાવાર બેઠકો બોલાવી પડતર પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. તા. 16 અને 18ના રોજ પણ કર્મચારીઓની બેઠક બોલાવવામાં આવશે.

વિવિધ પડતર પ્રશ્નો મુદેે દેખાવો કરાશે

પગાર પંચ સહિતના લાભો આપવા માગણી

અન્ય સમાચારો પણ છે...