• Gujarati News
  • National
  • ગળતેશ્વરમાં શ્રદ્વાળુઓ પર પોલીસનો લાઠીચાર્જ : દોઢ વર્ષનું બાળક ઘાયલ

ગળતેશ્વરમાં શ્રદ્વાળુઓ પર પોલીસનો લાઠીચાર્જ : દોઢ વર્ષનું બાળક ઘાયલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગળતેશ્વરપાસે આવેલી મહિસાગર નદીમાં સ્નાન કરવા આવેલા યાત્રાળુઓ પર ટ્રાફિક પોલીસે નદીમાંથી બહાર નિકળવાનું જણાવીને કારણવગર બેફામ પણે લાઠીચાર્જ કરતાં યાત્રાળુઓમાં રોષની લાગણી વ્યાપી ગઇ હતી.

પોલીસે એક વર્ષના બાળકને લાઠી ફટકારતાં શ્રધ્ધાળુઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. જેથી ટોળુ રજૂઆત કરવા માટે સેવાલિયા પોલીસ મથકે પહોંચી ગયું હતું. યાત્રાળુઓએ ઉગ્ર રજૂઆતો કરીને આવા કર્મચારીઓ સામે પગલાં ભરવાની માગણી કરી હતી. જયારે પોલીસે અમારા કર્મચારીઓ નથી તે ટીઆરબીના જવાનો હતાં તેમ કહીને જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા હતા.

હોળીનું પર્વ હોઈ લાખ્ખો શ્રદ્ધાળુઓ ડાકોર દર્શન કરી ગળતેશ્વર મહાદેવના દર્શનાર્થે તથા મહિસાગર નદીમાં સ્નાન કરવા આવતા હોય છે. નડિયાદ, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, મહેસાણા અને વડોદરા જેવા િજલ્લામાંથી મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોય છે. સ્થળે વહીવટી તંત્ર દ્વારા પુરતી વ્યવસ્થા હોવાને કારણે યાત્રાળુઓને હેરાન પરેશાન થવાનો વારો આવે છે. ધૂળેટીના દિવસે ગળતેશ્વરમાં સ્નાન કરવા તથા મહાદેવના દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓને નદીમાંથી બહાર કાઢવાના બહાના હેઠળ ટ્રાફિક પોલીસના જવાનોએ નિર્દોષ શ્રદ્ધાળુઓ ઉપર લાઠીઓ વરસાવી હતી. પોલીસે પોતાની નિષ્ક્રિયતા છુપાવવા માટે યાત્રાળુઓને ગળતેશ્વર નદીમાંથી ભગાવવા માટે બેફામ યાત્રાળુઓ ઉપર લાઠીચાર્જ કર્યો હતો. બંદોબસ્તમાં મુકેલા પોલીસ જવાનો પોતાનો બંદોબસ્ત છોડી ઘરે જતા રહ્યા હતા. ત્યાં માત્ર જી.આર.ડી ટી.આર.બીના જવાનો બંદોબસ્તમાં હતા. અમદાવાદથી આવેલા એક પરિવારના દોઢ વર્ષના બાળકને ટી.આર.બીના જવાને ભૂલથી લાઠી મારી દેતાં હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેની રજૂઆત કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સેવાિલયા પોસઈને ત્યાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે ટીઆરબીના જવાનો હોવાનું કબુલ્યુ હતું. તેઓને કાર્યવાહી કરવા જણાવ્યુ હતું.

ઘેરાવો|શું નદીમાં સ્નાન કરવું ગુનો છે?

ગ‌ળતેશ્વરમાં શ્રદ્વાળુ પર લાઠીચાર્જ કરતા લોકોએ પોલીસ મથકનો ઘેરાવ કર્યો

પીએસઆઇ આર.કે.રાઠવાએ જણાવ્યું હતું કે, અંગેની કોઇ ઘટના બની નથી. રજૂઆત કરવા માટે કેટલાય લોકો આવતાં હોય છે પરંતુ મોટી સંખ્યામાં લોકો આવતા હોય તેવી ઘટના બની નથી. તેમ કહીને જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા હતા. પોલીસ પ્રજાની રક્ષા કરવાને બદલે લાઠીચાર્જ કરે તો, ન્યાય માટે કોની પાસે જવું તે પણ એક પ્રશ્ન બન્યો છે.

ઘાયલબાળકના વાલીઅે ફરિયાદ કરવાનું ટાળ્યું

દોઢવર્ષના નાના બાળકના હાથમાં લાકડીનો દંડો વાગતાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જે જોઇને સ્નાન કરવા માટે આવેલા યાત્રાળુઓ પણ રોષે ભરાયા હતા. જ્યારે તેના વાલીએ પણ રજૂઆત કરવા માટે ગયા હતા. પરંતુ તેઓ અમદાવાદથી આવતા હોવાથી પોલીસની સામે ફરિયાદ કરવાની માંડી વાળ્યું હતું. પરંતુ સ્થાનિક અને જિલ્લાના યાત્રાળુઓએ સેવાલિયા પોલીસ મથકે રજૂઆત કરી હતી.

પોલીસનો લૂલો બચાવ | આવી કોઇ ઘટના બની હતી.. જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા

ફરજ પરની પોલીસ ઘરે જતી રહીને ટ્રાફિક જવાનને કામ સોંપતી ગઇ ’ને મામલો બિચકાયો : લોકોનું ટોળું ફરિયાદ કરવા સેવાલિયા મથકે પહોંચ્યું

દમન|મહિસાગરમાંથી બહાર નીકાળવા બહાને કર્યો લાઠીચાર્જ

અન્ય સમાચારો પણ છે...