ATKTના નિયમોમાં ફેરફાર, MAમાં વિરોધ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

એમ.એસ.યુનિવર્સિટીનીફેકલ્ટી ઓફ આર્ટ્સમાં એમ.એ કરતાં વિદ્યાર્થીઓની એટીકેટીની પરીક્ષાના નિયમોમાં અચાનક ફેરફારો કરવામાં આવતાં વિદ્યાર્થીઓએ ડીન સમક્ષ રજૂઆત કરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર ફેકલ્ટી ઓફ આર્ટ્સમાં એમ.એ પાર્ટ 1ના સેમેસ્ટર 1 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીની એટીકેટી આવે તો તેણે તેની પરીક્ષા સેમેસ્ટર 2માં આપવાની રહેશે નહીં બલ્કે સેમેસ્ટર 3માં આપવાની રહેશે. તે રીતે સેમેસ્ટર 3માં એટીકેટી આવે તો તેની પરીક્ષા સેમેસ્ટર 4માં આપવા દેવામાં આવશે નહીં પરંતુ સેમેસ્ટર 4 એટલેકે એમ.એ આખું પુરુ થઇ ગયા બાદ આપવા દેવામાં આવશે તેવો નિયમ બહાર પાડવામાં આવ્યો છે. જેને કારણે વિદ્યાર્થીનું આખા એમ.એનું પરીણામ બે વર્ષ પુરા થયા બાદ પણ અટકી રહેશે. જેથી વિદ્યાર્થીનું આખું એક વર્ષ બગડશે. જેથી આજે અમે ફેકલ્ટીના ડીનને રજૂઆત કરી હતી. રજૂઆત બાદ તરફેણમાં નિર્ણય આવે તો ઉગ્ર આંદોલન કરાશે.

વિદ્યાર્થીઓએ ડીન સમક્ષ રજૂઆત કરી

સેમેસ્ટર 3માં એટીકેટીનો નવો નિયમ

અન્ય સમાચારો પણ છે...