અેટેન્શન પ્લીઝ...

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટ રિપોર્ટર | વડોદરા

શહેરનાઇન્ટર્નેશનલ એરપોર્ટ પરથી આગામી એક મહિનામાં પહેલી ઇન્ટર્નેશનલ ફ્લાઇટ્સ શરૂ થવાનાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે. એવિએશન મિનિસ્ટ્રી પાસે અંગે મંજૂરી માંગવામાં આવી છે. જેટએરવેઝ અને વિદેશી એરલાઇન્સ દ્વારા સંયુક્ત ઉપક્રમે અબુધાબી માટે ફ્લાઇટ શરૂ કરવા શિડ્યુલિંગ કરવામાં આવી રહ્યું છે.મંજૂરી અને સુવિધાઓ અંગેની તમામ કાર્યવાહી પૂર્ણ કરતાં અંદાજે એક મહિનાનો સમય લાગે તેમ છે.

શહેરમાં રૂ. 160 કરોડ ખર્ચે બનેલા ઇન્ટર્નેશનલ એરપોર્ટ બિલ્ડિંગમાં ડોમેસ્ટિક ફ્લાઇટનો કાર્યભાર 1 ડિસેમ્બરથી શરૂ કરવામાં આવ્યો છે. જ્યારે અગાઉ કેટલીક એરલાઇન્સ દ્વારા વધુ નવા રૂટ શરૂ કરવા સરવે હાથ ધરવામાં આવ્યો હતો. પરંતુ વડોદરાથી વિદેશી મુસાફરોની સંખ્યા વધુ નહીં મળવાના ડરથી કોઇ એરલાઇન્સ દ્વારા આગળ કાર્યવાહી કરવામાં આવી નહોતી.

એરપોર્ટ બિલ્ડિંગના ઉદ્ઘાટન પ્રસંગે એવિએશન સચિવ દ્વારા એરલાઇન્સ કંપનીઓને સર્વે કરવા જણાવાયું છે તેમ જાહેરાત કરવામાં આવી હતી.

એરપોર્ટ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ જેટ એરવેઝ અને કતાર એરલાઇન્સ દ્વારા સંયુક્ત ઉપક્રમે પહેલી વિદેશી ફ્લાઇટ શરૂ કરવા કેન્દ્ર સરકારના ઉડ્ડયન મંત્રાલય પાસે મંજૂરી માગવામાં આવી છે. જો કે હાલ ફ્લાઇટ્સ રોજ શરૂ કરવી કે વિકલી રાખવી તે અંગે શિડ્યુલિંગની પ્રક્રિયા હાથ ધરાઇ છે. ઉલ્લેખનીય છે કે અત્રે નવા એરપોર્ટ બિલ્ડિંગમાં ઇમિગ્રેશન અને કસ્ટમ માટે સુવિધા ઊભી કરવામાં આવી શકે છે. માત્ર અધિકારીની નિમણૂક કરવાની બાકી છે. સ્કેનિંગ મશીન અને લગેજ બેલ્ટ સહિતની સુવિધા પ્રાપ્ત છે.

જાન્યુઆરીમાં અબુધાબીની ફ્લાઇટ શરૂ થશે

અન્ય સમાચારો પણ છે...