એરપોર્ટને નવું નામ આપવા માગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટ રિપોર્ટર|વડોદરા

શહેરમાંતાજેતરમાં મોહન ભાગવાત અને દેશના રક્ષામંત્રી મનોહર પરીકર સમક્ષ વડોદરામાં નવા બનતા એરપોર્ટ બિલ્ડીંગનુ નામ સરસયાજીરાવ ગાયકવાડ રાખવા માટે રજુઆત કરવામાં આવી હતી. શહેરના રાજમાતા શુભાંગીની દેવી ગાયકવાડ દ્વારા રજુઆત પત્ર લખી કરવામાં આવી હતી. તેમણે જણાંવ્યુ હતુકે સર સયાજીરાવ દિર્ઘદ્રષ્ટા હતા. તેમના નામ સાથે નવુ ઇન્ટર્નેશન એરપોર્ટ જોડવુ જોઇએ.

અત્રે ઉલ્લેખનિય છે કે મહારાજા સર સયાજીરાવ ગાયકવાડે શહેરમાં નાગરિકોની સુવિધા માટે સયાજીબાગ, પ્રાણીસંગ્રહાલય, મ્યુઝિયમ, આજવા તળાવ, સયાજી હોસ્પિટલ, મ.સ.યુનિવર્સટી જેવા અનેક ઐતિહાસિક સ્થળોની સ્થાપના કરેલી છે.

અન્ય સમાચારો પણ છે...