‘GST એપ્લી.’ વિષે સેમિનાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધીઇન્સ્ટિટયૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટસ ઓફ ઇન્ડિયા બરોડા ચેપ્ટર અને ચીફ કમિશનર ઓફ સેન્ટ્રલ એક્સાઇઝ,કસ્ટમ એન્ડ સર્વિસ ટેક્સ,બરોડા વિભાગના સંયુક્ત ઉપક્રમે ‘જી.એસ.ટી.અને તેની પ્રેક્ટિકલ એપ્લીકેશનસ’ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. તા.17, સપ્ટેમ્બરને શનિવારે હોટલ ઓલીવોટલ, સેન્ટ્રલ બસ ટર્મિનલ ખાતે સવારે 9.30 કલાકે સેમિનાર યોજાશે. સેમિનારમાં મુખ્ય વકતા તરીકે વી.એસ.દાતે (ઓથર-ટેક્સમેન)ઉપસ્થિત રહેશે. સંસ્થાના સી.એમ.એ. મહિર વ્યાસે જણાવ્યું હતું કે સેમિનારમાં ચાર્ટડ એકાઉન્ટન્ટ, કોસ્ટ એકાઉન્ટન્ટ,કંપની સેક્રેટરી, વકીલો, સરકારી કર્મચારીઓ તથા દરેક ઇન્ડિસ્ટ્રિઝના અધિકારીઓ ભાગ લઇ શકશે. સેમિનારમાં જોડાનાર ભાઇબહેનોએ ઉપરોક્ત સ્થળે ઉપસ્થિત રહેવું.

અન્ય સમાચારો પણ છે...