બાંદ્રા-અજમેર ટ્રેન શરૂ કરાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટ રિપોર્ટર | વડોદરા

પશ્ચિમરેલવે દ્વારા નવરાત્રિ, દુર્ગા પૂજા અને દિવાળી પર્વને અનુલક્ષીને શનિવાર તા.17 સપ્ટેમ્બરથી તા.14 નવેમ્બર સુધી બાંદ્રા ટર્મિનસ-અજમેર -બાંદ્રા વચ્ચે વીકલી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવવાની જાહેરાત કરાઇ છે. ટ્રેનને વડોદરા સ્ટેશન ખાતે સ્ટોપેજ આપવામાં આવ્યું છે. ટ્રેન નં.09622 બાંદ્રા-અજમેર વીકલી સુપરફાસ્ટ સ્પે.ટ્રેન તા.17 થી ઓક્ટોબરથી તા.14 નવેમ્બર સુધી દર સોમવારે સવારે 6.15 કલાકે બાંદ્રાથી ઉપડશે. ટ્રેન મંગળવારે સવારે 3.25 કલાકે અજમેર પહોંચશે.

જ્યારે ટ્રેન નં.09621 અજમેર-બાંદ્રા વીકલી સુપરફાસ્ટ વીકલી સ્પે.ટ્રેન તા.16 ઓક્ટોબરથી તા.13 નવેમ્બર સુધી દર રવિવારે સવારે 6.30 કલાકે અજમેરથી ઉપડશે. ટ્રેન સોમવારે સવારે 4.45 બાંદ્રા ટર્મિનસ પહોંચશે. ટ્રેનને બોરીવલી, સુરત, વડોદરા, રતલામ, કોટા, સવાઇ માધોપુર, દુર્ગાપુરા, જયપુર અને કિશનગઢ સ્ટેશન ખાતે સ્ટોપેજ આપવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...