પિતાએ ઠપકો આપતાં પુત્ર ગુમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પિતાએ13 વર્ષીય પુત્રને ભણવા માટે ઠપકો આપતા બુધવારે સાંજે મહાવીર હોલ પાસેના ટ્યુશનમાં ગયા બાદ ભેદી રીતે ગુમ થઇ ગયો હતો. પિતાએ પાણીગેટ પોલીસમાં જાણ કરતાં પોલીસે અપહરણનો ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

શહેરના આજવા રોડ પર રહેતા વેપારીએ તેમના 13 વર્ષીય પુત્રને અભ્યાસના મુદ્દે બુધવારે બપોરે 2 વાગે ઠપકો આપ્યો હતો. ત્યારબાદ સાંજે વિદ્યાર્થી મહાવીર હોલ પાસે આવેલા ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરવા ગયો હતો. સાંજે 5:30 કલાકે તે ટ્યુશનમાંથી છૂટી ગયો હતો. જોકે, ત્યારબાદ તે ભેદી રીતે ગુમ થઇ ગયો હતો. કોઇ શખ્સ તેનું અપહરણ કરી લઇ ગયો હોવાની પિતાની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...