• Gujarati News
  • National
  • યુિન.એ બંધ કરેલાં કોર્સની ફી બે માસ બાદ પરત કરી

યુિન.એ બંધ કરેલાં કોર્સની ફી બે માસ બાદ પરત કરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

એમ.એસ.યુનિ.નીફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સ અંતર્ગતનો માસ્ટર્સ ઓફ ડિઝાઇનનો કોર્સ બંધ થતાં કોર્સની 69 હજાર રૂપિયા ફી ભરનાર વિદ્યાર્થિનીને બે માસ સુધી ધક્કા ખવડાવ્યા બાદ વિદ્યાર્થિનીએ ઉપવાસ શરૂ કરતાં યુનિ. સત્તાધીશો ઝૂક્યા હતા. ગુરુવારે બપોરે 12.20 વાગ્યે યુનિ. હેડ ઓફિસ ખાતે ઉપવાસ પર બેઠેલી વિદ્યાર્થિની સૃષ્ટિ સતીષભાઇ પાઠકને હેડ ઓફિસની બહાર આવીને એકાઉન્ટ્સ વિભાગ દ્વારા ચેક સુપરત કરવામાં આવ્યો હતો.

માસ્ટર ઓફ ડિઝાઇનનેા કોર્ષ વિદ્યાર્થીઓની અપૂરતી સંખ્યા થવાને કારણે બંધ કરવામાં આવ્યો હતો. કોર્સમાં ફી ભરનાર વિદ્યાર્થીઓને તેમની ફી પરત કરવા માટે યુનિ.સત્તાધીશોએ મેઇલ કર્યો હતો. પરંતુ બે માસ સુધી અનેકો વખત રજૂઆતો કરવા છતાં વિદ્યાર્થીઓની ફી પરત કરવામાં આ‌વી હતી. જેથી સૃષ્ટિ સતીષભાઇ પાઠક નામની વિદ્યાર્થિનીએ યુનિ. સત્તાધીશો સામે જંગ છેડી હતી. બે માસથી પોતાની ફી પરત મેળવવા વલખાં મારતી સૃષ્ટિએ ગત અઠવાડિયે યુનિ. સત્તાધીશોને ફી પરત નહીં અપાય તો ઉપવાસ પર બેસવાની ચીમકી આપી હતી. છતાં યુનિ. સત્તાધીશોના પેટનું પાણી હાલતાં આજે સવારે 10 વાગ્યે સૃષ્ટિ પાઠક યુનિ. હેડ ઓફિસ ખાતે ઉપવાસ પર બેસી ગઇ હતી. જ્યાં સત્તાધીશોએ તેને બપોરે 12.20 વાગ્યે તેની ફી નો ચેક પરત અાપતાં મામલો સમેટાયો હતો.

ફાઇન આર્ટ્સ અંતર્ગતનો માસ્ટર્સ ઑફ ડિઝાઇનનો કોર્સ બંધ થતાં તે માટે ભરેલી ~69,000 ફી પરત લેવા માટે વિદ્યાર્થિનીએ ઉપવાસ પર બેસવાનું પગલું લેવું પડ્યું હતું.

ઉપવાસ કરત તો હજુ ફી પરત મળી હોત

એકતરફ કોર્સ બંધ કરવામાં આવ્યો ત્યારે બીજી તરફ મારે અન્ય જગ્યાએ એડમિશન પણ લેવાનું હતું. હું મધ્યમવર્ગમાંથી આવું છું. 69 હજાર રૂપિયા મારા માટે મોટી રકમ છે જે મારે અન્ય જગ્યાએ એડમિશન લીધું છે ત્યાં ભરવાના હતા. આવા સમયે બે મહિના સુધી મારા 69 હજાર રૂપિયા યુનિ. સત્તાધીશો પરત આપે તે વાજબી હતું. મેં ઉપવાસનું પગલું ભર્યું માટે મને ફી પરત કરવામાં આવી છે, નહીં તો હજુ મારી ફી મને મળી હોત. મારા પિતા યુનિ.માં પ્રોફેસર છે. યુનિ.ના કર્મચારીને જો સમયસર ફી પરત થતી હોય તો સામાન્ય વિદ્યાર્થીઓનું શું થતું હશે તે મોટો પ્રશ્ન છે.

માસ્ટર િડઝાઇનનો કાર્સ અપુરતી સંખ્યાના કારણે બંધ કર્યો હતો

િરફંડ મુદ્દે િવદ્યાર્થીની બેમુદ્તી ભુખ હડતાળ શરૂ કરતાં સત્તાધીશો ઝુક્યાં

અન્ય સમાચારો પણ છે...