તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રણજી ટ્રોફિ મેચ: MP પ્રથમ દાવ 217 સામે બરોડા 31 2

રણજી ટ્રોફિ મેચ: MP પ્રથમ દાવ 217 સામે બરોડા 31/2

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધર્મશાલાખાતે હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિયેશનના સ્ટેડિયમ પર ગ્રૂપ રણજી ટ્રોફિ મેચમાં આજે રમતના પ્રથમ દિવસે મધ્ય પ્રદેશના પ્રથમ દાવમાં 217 રન સામે બરોડાએ આજની દિવસની રમતના અંત સુુધીમાં બે વિકેટે 31 રન નોંધાવ્યા હતા. વાઘમોડે 10 અને હુડા 14 રને રમતમાં છે. બરોડાના નવોદિત બોલર બી કે પઠાણે પાંચ વિકેટો ઝડપી હતી.

બરોડા ટીમે ટોસ જીતી એમ.પી. ટીમને પ્રથમ બેટિંગ સોંપતાં અને બોલરોએ બાઉન્સી વિકેટોનો ફાયદો ઉઠાવતાં એમપી ટીમનો પ્રથમ દાવ 67.5 ઓવરોમાં 217 રનમાં સમેટાઇ ગયો હતો. બરોડા તરફથી નવોદિત બોલર બી કે પઠાણની બોલિંગ અસરકારક રહી હતી. તેણે 17 ઓવરોમાં 4 મેડન નાખી માત્ર 48 રન આપી પાંચ મહત્ત્વની વિકેટો ઝડપતાં એમપી ટીમ 217 રન નોંધાવી શકી હતી. ઇરફાન પઠાણ અને માંગલોરકરે બે-બે વિકેટો ઝડપી હતી. એમપી તરફથી બુંદેલાએ સૌથી વધુ 86 રનનો ફાળો આપ્યો હતો. જેમાં તેણે 14 ચોગ્ગા ફટકાર્યા હતા. દાતેએ ચાર ચોગ્ગા અને એક છગ્ગા સાથે 34 રન નોંધાવ્યા હતા. બરોડાની શરૂઆત સારી રહી હતી. કુલ પાંચ રને દેવધરની પ્રથમ વિકેટ અને કુલ સાત રને મિસ્ત્રીની બીજી વિકેટ પડી હતી. પ્રથમ દિવસની 15 ઓવરોની બાકીની રમતમાં બરોડાએ બે વિકેટે 31 રન નોંધાવ્યા હતા.

મેચનોટૂંકો સ્કોર | એમપી પ્રથમ દાવ: 217-10વિકેટે( બુંદેલા 86, દાતે 34, રાઘવ 30, શ્રીવાસ્તવ 24, બી કે પઠાણ 5, ઇરફાન 2, માંગલોરકર 2 વિકેટ)

બરોડાપ્રથમ દાવ: 31-2વિકેટ (હુડા 14 અને વાઘમોડે 10 રને રમતમાં)

બરોડાના બી. કે. પઠાણે ઝડપી પાંચ વિકેટો

અન્ય સમાચારો પણ છે...