તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસ મથકમાં આરોપી બેભાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરપોલીસ તંત્રના તાબા હેઠળના સિટી પોલીસ મથકના લોકઅપમાં એક આરોપી એકાએક બેભાન થઈ જતાં સિટી પોલીસ મથકમાં ભારે ખળભળાટ મચી ગયો હતો.આરોપીને તુરંત સયાજી હોસ્પિટલમાં લઈ જવાયો હતો જ્યાં તેની સારવાર તુરંત શરૂ કરવામાં આવી હતી.

સયાજી હોસ્પિટલનાં સૂત્રોએ જણાવ્યું હતું કે દુર્ગેશ પ્રભુદાસ હરજાણી (ઉ.વ.51,રહે.24, સવાદ ક્વાટર્સ,હરણીરોડ)ને શરાબ પીવાના કેસમાં પકડવામાં આવ્યો હતો. સોમવારે તેની અટક કર્યા બાદ તેને સિટી પોલીસ મથકના લોકઅપમાં રાખવામાં આવ્યો હતો જ્યાં તે આજે બેહોશ થઈ જતાં તુરંત સયાજી હોસ્પિટલ ખાતે તેને લઈ જવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...