તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભાથુજી નગર મધુનગરને તોડવાની હિલચાલનો વિરોધ

ભાથુજી નગર-મધુનગરને તોડવાની હિલચાલનો વિરોધ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાપૂર્વ વિસ્તારમાં આવેલા રહેણાંક વિસ્તારો ભાથુજી નગર અને મધુનગરને તોડવાની હિલચાલ શરૂ કરાતાં સ્થાનિક રહીશોએ મોરચા સ્વરૂપે આવી મ્યુ.કમિશનરને રજૂઆત કરી હતી.

વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસત્વે આગેવાની લઇ મ્યુ.કમિશનરને રજૂઆત કરી હતી. રજૂઆત કરતાં વિપક્ષી નેતાએ જણાવ્યું હતું કે, દંતેશ્વર ટી.પી.3 ખાતે અનુક્રમે ભાથુજી નગર-ગુરુકૂળ ચાર રસ્તા અને મધુનગર ખાતેની વસાહતના સ્લમ રિહેબિલિટેશન અને રિ-ડેવલપમેન્ટ કરવા તોડવાની કામગીરી હાથ પર લેવાઇ છે.

ભાથુજી નગર અને મધુનગરની જગ્યાનો કબજો કોર્પોરેશનને 1993 માં સોંપી દેવાયો છે. 1998 માં તેની સનદની નકલ પણ આપી દેવાઇ છે. રહીશોએ એસ.બી.આઇ.માં નાણાં પણ ભરી દીધા બાદ પ્લોટ પણ ફાળવાયા છે. રહીશોએ જ્યારે મહેનત-મજુરી કરી તેમના મકાનો બનાવી કાયદેસરની વસાહતો વસાવી હોય તેમજ વેરા પણ ભરતા હોય ત્યારે તે વસાહત તોડવાની કાર્યવાહી ગેરકાયદે છે.

સ્થાનિક રહીશોએ મોરચાે કાઢી રજૂઆત કરી

અન્ય સમાચારો પણ છે...