તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • VCCIના ઔદ્યોગિક પ્રદર્શનનું આજે CMના હસ્તે ઉદ્દઘાટન

VCCIના ઔદ્યોગિક પ્રદર્શનનું આજે CMના હસ્તે ઉદ્દઘાટન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (વીસીસીઆઇ)ના 10માં ઔદ્યોગિક પ્રદર્શનનું 1લી ડિસેમ્બરના રોજ સવારે 10 વાગે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉદ્દઘાટન કરશે. 5મી ડિસેમ્બર સુધી ચાલનારા પ્રદર્શનમાં સાત દેશોના રાજદૂતો અને ઉચ્ચ અધિકારીઓ તથા સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝના વિવિધ એસોસીએશનના પ્રતિનિધિઓ પણ ભાગ લેશે.

વીસીસીઆઇના પ્રમુખ અને એક્ઝિબિશનન આયોજન સમિતિના ચેરમેન નિલેશ શુકલા અને માનદ મંત્રી હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે, 1લી ડિસેમ્બરથી 5મી ડિસેમ્બર સુધી ચાલનારા ઔદ્યોગિક પ્રદર્શન-ગ્લોબલ ટ્રેડ શો શિર્ષક હેઠળ યોજાશે. અમે છેલ્લા 20 વર્ષથી દર 2 વર્ષે પ્રદર્શન યોજવાની પરંપરા જાળવી રાખી છે. જેના કારણે લઘુ અને મધ્યમકદના લોકોને રોજગારીની તકો મળી છે. ઉદ્યોગોને ગ્લોબલ સ્તરે કેવી રીતે વ્યવસાયને વિસ્તારી શકાય તેની માહિતી આપીશું. 1લી ડિસેમ્બરના રોજ રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી સવારે 10.30 વાગે ઉદ્દઘાટન કરીને પ્રદર્શનને ખુલ્લું મૂકશે. પાંચ દિવસ ચાલનારા ઔદ્યોગિક પ્રદર્શનમાં ઓસ્ટ્રેલીયા, રવાન્ડા, તુર્કી, ઇન્ડોનેશિયા, કેનડા, યુએસએ, તાન્ઝાનીયા સહિતના 7 દેશોના કોન્સ્યુલેટ જનરલ અને તેમના અધિકારીઓ ભાગ લેશે.

7 દેશોના રાજદૂતો-ઉચ્ચ અધિકારીઓ પણ ભાગ લેશે

અનુપર ખેર-એડગુરુ પ્રહલાદ કક્કર ઉપસ્થિત રહેશે

અન્ય સમાચારો પણ છે...