તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • STમાં હવે સ્વાઇપ મશીનથી ભાડું ચૂકવી મુસાફરી કરાશે

STમાં હવે સ્વાઇપ મશીનથી ભાડું ચૂકવી મુસાફરી કરાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પગાર-પેન્શનના દિવસો શરૂ થતાં લોકો ફરી કતારમાં

નોટબંધીનાનિર્ણય બાદ શહેરની બેંક્સ-પોસ્ટમાં રોજેરોજ નાણાં ભરવા અને નાણાં ઉપાડવા ગ્રાહકોનો ભારે ધસારો થઇ રહ્યો છે. હવે ડિસેમ્બર મહિનો શરૂ થવાને આડે એક દિવસ બાકી રહ્યેા છે ત્યારે બેંક્સમાં તા.1 થી 10 ડિસેમ્બર દરમિયાન પગારના દિવસોમાં થનારા ધસારાથી બચવા નોકરિયાત તેમજ વેપારીઓએ નાણાં ઉપાડવા છેલ્લા બે દિવસથી દોડધામ શરૂ કરી દીધી છે. જેના પગલે છેલ્લા એક અઠવાડિયાથી બેંક્સમાંથી અદ્રશ્ય થઇ ગયેલી કતારો ફરી લાગવા માંડી છે. દરમિયાન મંગળવારે પોસ્ટ-બેંક્સમાં રૂા.500-1000ની બંધ થયેલી નોટ્સ સ્વરૂપે રૂા.195 કરોડ જમા થયા હતા, જ્યારે રૂા.22 કરોડનો ઉપાડ થયો હતો.

કેન્દ્ર સરકારે રૂા.500-1000 ની નોટ ચલણમાંથી રદ કર્યા બાદ 15 દિવસ સુધી બેંક્સ-પોસ્ટમાં બંધ થયેલી નોટ્સ એક્સચેંજ કરાવવા તેમજ નાણાં ઉપાડવા માટે ગ્રાહકો-નાગરિકોની લાંબી કતારો લાગી હતી. જો કે, બેંક્સમાં કેશ ખૂટી જવા ઉપરાંત મર્યાદિત રકમનો ઉપાડ કરવા દેવાતો હોઇ લોકોએ બેંક્સમાં જવાનું ટાળતાં કતારો જોવા મળતી બંધ થઇ હતી.

દરમિયાન મંગળવારે પણ શહેરમાં આવેલી રાષ્ટ્રીયકૃત અનેખાનગી બેંક્સ તેમજ પોસ્ટમાં નાણાં ભરવા માટે લોકોનો ધસારો યથાવત્ રહ્યો હતો.

પગારના દિવસોમાં થનારા ધસારાથી બચવા નોકરિયાત તેમજ વેપારીઓએ એટીએમ પર કતારો લગાવી હતી. રાષ્ટ્રીયકૃત અનેખાનગી બેંક્સ તેમજ પોસ્ટમાં નાણાં ભરવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

21મા દિવસે પણ ATMના ધાંધિયા યથાવત્, લોકોમાં રોષ

શહેરમાંઆવેલા વિવિધ બેંક્સના એ.ટી.એમ.માં મંગળવારે પણ કેશ હોવાના ધાંધિયા હતા. જેથી નાણાં ઉપાડવા એ.ટી.એમ.ખાતે જતાં ધરમધક્કો થતો હતો. જેથી ખાલી હાથે પાછા ફરતાં ગ્રાહકો-નાગરિકો બેંક સત્તાવાળાઓ વિરુદ્ધ રોષ વ્યક્ત કરી રહ્યા છે.

SBIનાં બધાં ATMમાંથી હવે ~500ની નવી નોટ્સ મળશે

સ્ટેટબેંક ઓફ ઇન્ડિયાના મોટાભાગના એ.ટી.એમ.રિ-કેલિબ્રેટ કરી દેવાયાં છે. જેથી એસ.બી.આઇ.ના એ.ટી.એમ.માંથી ગ્રાહકોને રૂા.100, 2000 ની નોટ્સ ઉપરાંત નવી બહાર પાડવામાં આવેલી રૂા.500 ની નોટ્સ પણ હવેથી મળતી થશે.

એસ.ટી. ડેપો પર હવે લાકેા ટિકિટ સ્વાઈપ મશીનથી ખરીદી શકાશે.

અન્ય સમાચારો પણ છે...