તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ફ્રાન્સ અને સ્વીડનના ઉર્જા પ્રધાન સહિત 13 રાજ્યના મુખ્યપ્રધાન સ્વિચમાં હાજરી આપશે

ફ્રાન્સ અને સ્વીડનના ઉર્જા પ્રધાન સહિત 13 રાજ્યના મુખ્યપ્રધાન સ્વિચમાં હાજરી આપશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્વીચએકસ્પોમાં પાવર પ્લે માટેનો તખ્તો ગોઠવાઇ રહ્યો છે અને તેમાં દેશના 13 રાજયોના મુખ્યમંત્રી, 20 પાવર મંત્રી,21 ખાણખનીજ મંત્રી અને 34 સચિવોનુ કન્ફર્મેશન આયોજકોને મળી ગયુ છે. સિવાય, સ્વીડન,ફ્રાંસના ઉર્જા મંત્રી સહિતના વિવિધ દેશોના મંત્રીઓ સહિતનો કાફલો પણ સ્વીચ એકસ્પોમાં ભાગ લઇ રહ્યો છે.

તા.6 થી 10 ઓકટોબર વડોદરાના આંગણે યોજાનાર સ્વીચ એકસ્પોમાં 13 રાજયોના મુખ્યમંત્રી હાજર રહેશે. જેમાં,આંધ્રપદેશ, અરૂણાચલ પ્રદેશ,આસામ,છત્તીસગઢ,હરિયાણા,પંજાબ,જમ્મુ કાશ્મીર,ઝારખંડ,મણીપુર,મિઝોરમ,ઉત્તરાખંડ,મેઘાલય અને નાગાલેન્ડના મુખ્યમંત્રીઓનો સમાવેશ થાય છે. સિવાય, 21 રાજયોના ખાણખનીજ મંત્રી, 20 રાજયોના ઉર્જા મંત્રી અને 34 એનર્જી સેક્રેટરીનુ કન્ફર્મેશન સ્વીચ એકસ્પોના આયોજકોને મળી ગયુ છે.ચાર કેન્દ્રશાસિત પ્રદેશમાંથી પણ સ્વીચ એકસ્પોમાં ભાગ લેવા માટે સંમતિ મળી ગઇ છે. ઉપરાંત ફ્રાંસ અને સ્વીડનના પાવર મિનીસ્ટર તેમજ રશિયા,કંબોડિયા તેમજ આફ્રિકન દેશોના ડેલિગેટસનો સમાવેશ થાય છે. અા સિવાય,કેન્યાના હાઇકમિશનર, બાંગ્લાદે્શ,બ્રાઝિલથી પણ ટીમ વડોદરા આવી રહી છે.આ એકસ્પોને ધ્યાનમાં રાખી લિસોટો ખાતેના ભારતીય રાજદુત કુ.અમિતાકુમાર અને નોર આઉલેન્ડના શશીકુમાર આયોજક સાથે સતત સંપર્કમાં છે.

અન્ય સમાચારો પણ છે...