તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • શહેરના 3 બિલ્ડર ગ્રુપ પાસેથી ~12 કરોડનું કાળુનાણું ઝડપાયું

શહેરના 3 બિલ્ડર ગ્રુપ પાસેથી ~12 કરોડનું કાળુનાણું ઝડપાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાત્રણ જાણીતા બિલ્ડર ગ્રૂપ શુકન અનંતા ગ્રૂપ, શ્રીજી ગ્રૂપ અને ન્યૂ ટેમ્પલ વ્યૂ ગ્રૂપને ત્યાં વડોદરા ઇન્કમટેક્સ વિભાગની ટીમે ગઇકાલે હાથ ધરેલા સર્વેમાં જપ્ત કરેલા વાંધાજનક દસ્તાવેજો અને હિસાબી ચોપડામાં છુપાવેલું રૂપિયા 12 કરોડનું કાળુનાણું ઝડપી પાડતાં બિલ્ડર લોબીમાં ખળભળાટ મચી ગયો હતો.

મંગળવારે વડોદરા ઇન્કમટેક્સ વિભાગની ટીમે કારેલીબાગ ખાતે આવેલી શુકન અંનતા ગ્રૂપ, હરણી તથા વાઘોડીયા ખાતે આવેલ શ્રીજી ગ્રૂપ અને ન્યૂ ટેમ્પલ વ્યૂ ગ્રૂપના ઓફીસ અને ધંધાકીય સ્થળે સર્વેની કામગીરી હાથ ધરી હતી. બિલ્ડરોના 6 સ્થળો પર 25 ઓફીસરોએ હિસાબી ચોપડા, કમ્પ્યૂટર રેકર્ડ, રોકડના વ્યવહારો, ડાયરીઓમાં નોંધ સહિતના ડોક્યુમેન્ટની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.

તપાસના અંતે ઓફીસરોની ટીમે પુષ્કળ પ્રમાણમાં વાંધાજનક દસ્તાવેજો અને બેનામી રોકડના વ્યવહારોને ઝડપી પાડીને તેમાં છુપાવેલા રૂપિયા 12 કરોડનું કાળુનાણું ઝડપી પાડ્યું હતું. જેમાં સૌથી વધુ શુકન અંનતા ગ્રૂપ પાસેથી રૂપિયા 6 કરોડ, શ્રીજી ગ્રૂપ પાસેથી રૂપિયા 4 કરોડ અને ન્યૂ ટેમ્પલ વ્યૂ ગ્રૂપ પાસેથી રૂપિયા 2 કરોડનું કાળુનાણું ઝડપી પાડ્યું હતું.

શુકન અનંતા ગ્રુપ પાસેથી સૌથી વધુ બેનામી 6 કરોડ મળ્યા

શુકન અનંતા,ન્યૂ ટેમ્પલ વ્યૂ અને શ્રીજી ગ્રૂપ પર ITનો સર્વે

બ્લેકમની રોકડમાં લઇ નોંધ કરાતી હતી

બિલ્ડરોપોતાની વિવિધ સ્કીમમાં બાંધેલા મોંઘાદાટ ફલેટ-ડુપ્લેક્સમાં ફલેેટ-ડુપ્લેક્સ ખરીદનારા લોકો પાસેથી બાંધકામ કરાર કરાવીને બ્લેકમની રોકડમાં નાણાં લઇ લીધેલા નાણાંની ડાયરીમાં નોંધ કરતાં હતા. પરંતુ તે નાણાંને હિસાબી ચોપડામાં દર્શાવીને કરચોરી કરતાં હતા એમ આઇટીના અધિકારીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...