તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ઓફ રોડિંગની દેશી ધમાલ મોન્સૂનમાં માણો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓફ રોડિંગની દેશી ધમાલ મોન્સૂનમાં માણો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
‘અમે તો બોસ ‘નોર્થ’ ગયેલા ને ત્યાં બધે ઓફ રોડીંગ કરેલું બોલો. તમને ક્યાય રસ્તો દેખાય નાં તે. બસ બધે પથરાળ કાચો રસ્તો ને આપડે તો એમાં પણ એકદમ “કોન્ફિડન્સ” સાથે વટ કે સાથ ગાડી ચલાવીએ.’ આવું તમને કોઈ કહે તો સહેજે ઢીલા નહિ પડવાનું કે નિરાશ નહિ થવાનું કે હું ક્યાં ને ક્યારે આમ ગાડી ચલાવીસ મારું માનો તો શનિ-રવિમાં મોકો છે બધી ધમાલ કરવાનો.

વડોદરાથી પાવાગઢ તો બધાં ગયા છો, ત્યાંથી સહેજ આગળ જાઓ એટલે ઝંડ-હનુમાન તરફ જવાનો રસ્તો ફંટાય. બસ રસ્તા પર ચઢી જવાનું એટલે પછી જોવો કેવી મોજ પડે છે. તદ્દન કાચો-પથરાળ-કાદવ-કીચડથી ભરપુર ‘પ્યોર’ ઓફ-રોડ. ખાડા-ટેકરાથી બચો કે ખાબોચિયાથી તમારે નક્કી કરવાનું છે. આવી રીતે એક વાર ઝંડ હનુમાન પહોચો એટલે લગભગ 25 થી 30 ફૂટ ઊંચી હનુમાનજીની મૂર્તિ તમારું સ્વાગત કરે, પ્રેમથી આશીર્વાદ આપે. હનુમાનજીની મૂર્તિ પાછળની બાજુએ રસ્તો લઇ જાય ત્યાં જાઓ એટલે આવે ભીમની ઘંટી. આકારને વજન તો એવા છે. 10 લોકો પણ ભેગા મળીને ધક્કો મારે તો પણ હાલે ચાલે નહિ. ને એની આસપાસ નજર દોડાવો તો દેખાય ત્યાં સુધી જંગલમાં બધે જાણે ઘણા લોકો ‘સતોડીયું’ રમવા આવ્યા હોઈ એમ પથ્થરો ગોઠવેલા નજરે પડે. એની માન્યતા એવી છે કે જેટલા પથ્થર એક બીજા પર ઉભા ટકી જાય એટલા માળનું તમારું ઘર બને. પ્રયત્ન કરી જોજો અને મને કેહ્જો કે, કેટલું બન્યું. અહિયા જમવાના બે ઓપ્શન છે. એક તો ત્યાં નાના ધાબા હોઈ છે. જે ગ્રામવાસીઓ દ્વારા ચલાવવામાં આવે છે. ને બીજી જગ્યા છે ભાટ ગામે આવેલી ઇકો ટુરીઝમ સાઈટ. ભાટ ખાતે ભોજન સમારંભ પતે પછી આગળ ફરવા માટે વળી પાછા બે ઓપ્શન છે. એક છે હાથણી માતાનો ધોધ શિવરાજપુર ગામ થઇ ને જવાય.

ટ્રાવેલ

{ આર્ય ભટ્ટ

એડવોકેટ,ટ્રાવેલર

તદ્દન કાચો-પથરાળ-કાદવ-કીચડથી ભરપૂર ‘પ્યોર’ ઓફ-રોડ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો