• Gujarati News
  • National
  • નલિયા કાંડ ટાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂપ કેમ રહ્યા હતા?

નલિયા કાંડ ટાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂપ કેમ રહ્યા હતા?

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાનો મિજાજ બદલાયો છે. વખતે ગુજરાતમાં કોંગ્રેસ સત્તા પર આવશે. તેવો દાવો કરતાં જણાવ્યું હતું કે શિક્ષિત યુવતીઓને રોજગારી પૂરી પાડવામાં આવશે તેમજ મહિલાઓની સુરક્ષા માટે કડક અમલ કરવામાં આવશે. ચૂંટણી ઢંઢેરો મહિલાઓને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.

ભાજપા ઉપર પ્રહાર કરતાં પ્રિયંકા ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક તરફ બેટી બચાવો બેટી બઢાવોનું સૂત્ર આપ્યું છે પરંતુ સરકાર દ્વારા માત્ર રૂપિયા 100 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે, એટલે કે, એક દીકરી પાછળ માત્ર રૂપિયા 1.25 ફાળવીને મશ્કરી કરી છે. ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તો શિક્ષણમાં થયેલા ખાનગીકરણનો અંત લાવશે અને ખાનગી સ્કૂલો તથા કોલેજોને ફી ઓછી કરવા માટે મજબૂર કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું. એક તરફ ભાજપા સરકાર મહિલા સશક્તિકરણની વાતો કરે છે અને બીજી બાજુ નલિયા કાંડ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂપકીદી સેવી રહ્યા છે તેવા આક્ષેપ સાથે તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં મહિલા મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ હતાં, ત્યારે ભાજપા પ્રથમ મહિલા મુખ્યમંત્રીનું ગૌરવ લેતાં હતાં. તો ભાજપા દ્વારા તેઓને મુખ્યમંત્રી પદથી દૂર કેમ કરવામાં આવ્યાંω ભાજપા દરેક બાબતે બે મોઢાની વાતો કરી રહી છે તેવી ટિપ્પણી મહિલા કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રમુખ સુસ્મિતા દેવ અને પ્રિયંકા ચતુર્વેદીએ કરી હતી.

મહિલા કોંગ્રેસનાં પ્રમુખ અને પ્રવકતાએ શહેરમાં પત્રકાર પરિષદ સંબોધી હતી.

વિદ્યાર્થિનીઓને નિ:શુલ્ક સેનેટરી નેપ્કિન આપવાની જાહેરાત

અન્ય સમાચારો પણ છે...