• Gujarati News
  • National
  • શ્રી જગાજી ફેબ કંપનીના 75 કર્મીઓની હડતાલ યથાવત્

શ્રી જગાજી ફેબ કંપનીના 75 કર્મીઓની હડતાલ યથાવત્

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તો બીજીબાજુ કંપનીના માલિકે અમે કોઇ કર્મચારી છૂટા કર્યા નથી અને તેમને આવવા-જવા માટે બસનું ભાડું ચૂકવવાની પણ તૈયારી દર્શાવી છે, છતાં પણ તેઓ નોકરી પર હાજર થતા નથી તેવો જવાબ આપતાં સમગ્ર મામલો શ્રમ આયુક્ત કમિશનરની કચેરીએ પહોંચ્યો છે.

શ્રી જગાજી ફેબ કંપની સાવલીના મંજુસર ખાતે કાર્યરત છે. જેમાં 75 જેટલા કર્મચારીઓ કામ કરે છે. પરંતુ ભાડાના મકાન પર ચાલતી કંપનીને સ્થળના માલિકે ખાલી કરાવતાં કંપનીના માલિક પંકજ પટેલે કંપનીને મંજુસરથી 45 કિલોમીટર દૂર પોર-જીઆઇડીસીમાં ખસેડી હતી. જેને લઇને કર્મચારીમાં ભારે આક્રોશ છવાઇ ગયો હતો અને કર્મચારીઓએ કંપનીના માલિકે તેમને છૂટા કર્યા હોવાનો આક્ષેપ કરીને હડતાલ પાડી હતી. કર્મચારીઓની હડતાલ સામે કંપનીના માલિકે કર્મચારીઓને મંજુસરથી પોર જવા માટે એસટી બસનું આવવા-જવાનું ભાડું આપવાની ઓફર કરી હતી. જોકે કર્મચારીઓની માંગણી છે કે કંપની પોતાનું વાહન વસાવે અને તેના દ્વારા કર્મચારીઓને પોર-જીઆઇડીસી લાવવા ને લઇ જવાની વ્યવસ્થા કરે. તો બીજીબાજુ કંપનીના માલિક પંકજ પટેલે જણાવ્યું હતું કે, કંપનીની આર્થિક સ્થિતિ સારી હોવા છતાં કર્મચારીઓને અમે છૂટા કર્યા નથી. અમે કર્મચારીઓને ટ્રાન્સપોર્ટ ભથ્થું પણ આપી રહ્યા છીએ. છતાં છેલ્લા પાંચ દિવસથી એકપણ કર્મચારી હાજર થયા નથી.અત્રે ઉલ્લેખનિય છે કે સમગ્ર કેસ શ્રમ આયુક્ત કમિશનરની કચેરીમાં ચાલી રહ્યો છે.

કર્મચારીઓ નોકરી છોડે તેવો સંચાલકોનો ઇરાદો

માલિકે ઇરાદાપૂર્વક સ્થળ બદલ્યું હોવાનો આક્ષેપ

અન્ય સમાચારો પણ છે...