એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

રાજ્યસરકારે શૈક્ષણિક વર્ષ જૂન 2018થી ધોરણ 9 અને ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં એનસીઇઆરટીનાં પાઠ્યપુસ્તકોનો અમલ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. વર્ષ 2019 થી ધોરણ 10 અને 12 વિજ્ઞાન પ્રવાહમાં પણ અમલ કરવામાં આવશે. છેલ્લા કેટલાય સમયથી સીબીએસઇનો અભ્યાસક્રમ દાખલ કરવા માટે ગુજરાત બોર્ડ દ્વારા તબક્કાવાર તાલીમ અપાઇ હતી. એનસીઇઆરટીનાં પાઠ્યપુસ્તકોના અમલ સાથે વડોદરા શહેર- જિલ્લાની 400થી વધારે સ્કૂલોના 35 હજાર વિદ્યાર્થીઓ નવા અભ્યાસક્રમ પ્રમાણે અભ્યાસ કરશે.

ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે હવે એનસીઇઆરટી(નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ)નો અભ્યાસક્રમ નવા શૈક્ષણિક વર્ષથી અમલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જૂન 2018થી સૌ પ્રથમ ધોરણ 9માં ગણિત,વિજ્ઞાન અને ટેક્નોલોજી તેમજ અંગ્રેજી વિષયમાં એનસીઇઆરટીનાં પાઠયપુસ્તકોનો અમલ કરાશે. ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં ગણિત, કેમેસ્ટ્રી,ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને અંગ્રેજી માટે નવા પુસ્તકો આવશે.

કોર્સ પૂર્વે તબક્કાવાર તાલીમ કાર્યક્રમ યોજ્યા

NCERTનાં પુસ્તકોનો નવા સત્રથી અમલ થશે

અન્ય સમાચારો પણ છે...