Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
એમ્ફિથિયેટરમાં 31મી જુલાઈએ પોકેમોન ગો વૉકનું આયોજન
શહેરમાંપોકેમોન ગો ગેમે લોકોને ઘેલા કરી નાખ્યા છે. બધા માટે સોશિયલ મીડિયા પાછળ રહે તે થોડી ચાલે તેથી આપડું વડોદરા દ્વારા આગામી 31મી જુલાઈ, રવિવારના રોજ પોકેમોન ગો વૉકનું આયોજન કરવામાં આવ્યું છે. મીટ સયાજીબાગ સ્થિત એમ્ફિથિયેટરમાં સવારના 7 થી 10 વાગ્યા દરમિયાન યોજવામાં આવશે. ફક્ત બે દિવસમાં ફેસબુક પર વહુ ચર્ચિત ઇવેન્ટ માટે શહેરના ગેમ લર્વર્સે 500 જેટલા રજિસ્ટ્રેશન કરાવ્યાં છે. આગામી 31મી જુલાઇ સુધી માં આંકડો હજારોની સંખ્યાને પાર કરી જાય તો તે નવાઇ નહી હોય. ગેમ લવર્સે ઇવેન્ટમાં પોતાનો ઇંટ્રેસ્ટ દાખવ્યો છે અને લોકોના મંતવ્ય પણ રજુ કર્યા છે.
મીટ દરમિયાન લોકોએ પકડેલ રેર અને સ્પેશ્યલ પોકેમોન વિશેની ચર્ચા કરવામાં આવશે. ઉપરાંત રેર પોકેમોન કઈ જગ્યાએ જોવા મળે છે. વિશે લોકો પોતાના સજેશન રજુ કરશે. આવી બનેલી પ્રથમ ગેમ અંગેની મીટ અને ચર્ચા પોકેમોન લવર્સ માટે ઘણી રસપ્રદ સાબિત થશે.