તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજ્યમાં પ્રથમવાર લેપ્રોસ્કોપી સર્જરીનું મલ્ટિપ્લેક્સમાં થ્રીડી લાઇવ સ્ક્રીનિંગ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજ્યમાં પ્રથમવાર લેપ્રોસ્કોપી સર્જરીનું મલ્ટિપ્લેક્સમાં થ્રીડી લાઇવ સ્ક્રીનિંગ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લેપ્રોસ્કોપી સર્જરી એક્સપેન્સિવ હોવા છતા તેને દ્વારા ઉપચાર કરાવતા લોકોની સંખ્યા વધવાના કેટલાક કારણો છે. તબીબોના મતે સામાન્ય સર્જરી કરતા પેઇન ઓછુ થાય છે અને સર્જરી બાદ રિકવરી પણ વધારે જલ્દી આવે છે. પ્લસ હોસ્પિટલ સ્ટે પણ ઘટી જતો હોવાથી દર્દી જલ્દી ડિસ્ચાર્જ થાય છે તેથી સર્જરીની ડિમાન્ડ વધી રહી છે.

વર્કશોપમાં વિવિધ પ્રકારની સર્જરી થશે

24મીજુલાઇએ સવારે 8.00 વાગ્યાથી હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં વિવિધ સર્જરી થશે. જેમાં ગર્ભાશયને લગતા 6-8 જેટલા ઓપરેશન્સ તબીબો દ્વારા કરાશે. ઓેપરેશનમાં તબીબો માઇક પહેરીને થિયેટરમાં બેસેલા તીબીબો સાથે જોડાયેલા રહેશે.

સિટી રિપોર્ટર @cbvadodaraમેડિકલનીદુનિયામાં પણ નવા નવા સંશોધનો અને પદ્ધતિઓ આવે છે. જેમાં લેપ્રોસ્કોપી ઉપચાર પદ્ધતિઓ પોતાનું આગવંુ સ્થાન જમાવ્યું છે. શહેરમાં આગામી 24મી જુલાઇએ મલ્ટિપ્લેક્સમાં થ્રીડી લેપ્રોસ્કોપી સર્જરીનું રાજ્યમાં પ્રથમ લાઇવ સ્ક્રીનિંગ યોજાશે.

લેપ્રોસ્કોપીની 3ડી ટેક્નોલોજીને સમજવા અને તેનુ લાઇવ નોલેજ મળે તે હેતુથી બરોડા ઓબ્સટેટ્રીક્સ એન્ડ ગાયનેકોલોજિકલ સોસાયટી દ્વારા 3ડી લેપ્રોસ્કોપી વર્કશોપનું 24 જુલાઇએ આયોજન કરવામાં આવ્યું છે. વર્કશોપની વિશેષતાએ છે કે શહેરના સેન્ટ્રલ બસ ડેપોમાં આવેલા મલ્ટિપ્લેક્સમાં રાજ્યભરમાંથી આવનાર 250 ડૉક્ટર્સ થ્રીડી સ્ક્રિન પર સર્જરી નિહાળશે.

વર્કશોપના ઓર્ગેનાઇઝીંગ ચેરપર્સન ડૉ. બિનલ ડી. શાહ અને સેક્રેટરી ડૉ.મિનાક્ષી પટેલ છે. પૂણેના જાણીતા ઓંકો સર્જન અને રોબોટીક સર્જન ડૉ.શૈલેષ પુંતાબેકર,ગાયનેક એન્ડોસ્કોપીક સર્જન અને ઇનફર્ટિલિટી અને આઇ.વી.એફ. સ્પેશિયાલિસ્ટ ડૉ.સંજય પટેલ અને કનસલ્ટન્ટ ગાયનેક એન્ડોસ્કોપીક સર્જન ડૉ.દિવ્યેશ વી. શુક્લા દ્વારા શહેરની ઇશા હોસ્પિટલમાંથી લાઇવ સર્જરી કરાશે. સર્જરીનું લાર્જ થ્રીડી સ્ક્રિન પર ડોલબી સાઉન્ડ વડે દર્શાવવામાં આવશે. કાર્યક્રમ યોજવાનો મુખ્ય હેતુ છે કે ડૉક્ટર્સનું નોલેજ અપડેટ થાય તેઓ એક્સપર્ટ્સ સાથે ઇન્ટરએક્શન કરે અને સર્જરીનું લાઇવ ડેમોનસ્ટ્રેશન નિહાળીને થ્રીડી ટેકનોલોજીના માધ્યમથી પ્રેક્ટિલ અનુભવ મેળવે.

વાયરલેસ ટેક્નોલોજીથી ટેલિકાસ્ટ

સર્જરીનાટેલીકાસ્ટ માટે વાયરલેસ ટેકનોલોજીની મદદથી ટેલીકાસ્ટ કરાશે જેના માટે બે વિશેષ ટાવર મુકાશે. એક ટાવર હોસ્પિટલની છત પર અને બીજો ટાવર મલ્ટિપ્લેક્સમાં મુકાશે. ઓપરેશનનું લાઇવ શૂટીંગ સીધુ મલ્ટીપ્લેક્સમાં પહોંચશે.

લેપ્રોસ્કોપીક સર્જરીએ વર્તમાન સમયમાં ગોલ્ડ સ્ટાન્ડર્ડ ધરાવે છે. સર્જરીમાં હાઇડેફિનેશન ટેક્નોલોજીના કારણે બારીકાઇથી સર્જરી કરી શકાશે. સ્ક્રિન પર હાઇડેફિનેશન વ્યુ મળવાથી ડૉક્ટર્સ સર્જરીને ફાઇનેસ્ટ કરી શકશે. જેના લીધે ઓપરેશનમાં એક્યુરેસી વધશે અને સર્જરીની ઇઝ વધશે.

} ડૉ.બિનલ.ડી.શાહ, પ્રેસીડેન્ટ, બરોડા ઓબ્સટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજિકલ સોસાયટી

લેપ્રોસ્કોપીક સર્જરીને મિનીમલી ઇનવેસીવ સર્જરી પણ કહેવાય છે અથવા તો કીહોલ સર્જરી કહેવાય છે.આ મોડર્ન સર્જીકલ ટેકનીક છે જેના દ્વારા બોડીમાં 0.5 થી 1.5 સેમીના હોલ કરીને સર્જરી કરાય છે. સર્જરી કરતા સમયે હોલ્સમાથી કાર્બન ડાયોક્સાઇડ ભરવામાં આવે છે અને બારીકાઇથી સર્જરી કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો