Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ફતેપુરા ભાંડવાડા પાસે રાતે બે જૂથ વચ્ચે ઘર્ષણ : પથ્થરમારો
ગુરુવારેરાતે ફતેપુરા ભાંડવાડામાં બે કોમ વચ્ચે અથડામણ થતા પથ્થરમારો થયો હતો.
ગૌરીવ્રતના જાગરણની રાતે ફતેપુરા ભાંડવાડા પાસે પણ બાળાઓ-કિશારીઓ અને યુવતીઓ ગરબા રમી રહી હતી. ટાણે, નજીકમાં આવેલી ઇંડાની લારી પર બે શખ્શો વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઇ હતી. ત્યારબાદ બે કોમના ટોળા ત્યાં ભેગા થયા હતા અને પથ્થરમારો કર્યો. જેથી ગરબા અને રમતો બંધ કરી દેવાઇ હતી. ફતેપુરા ભાંડવાડા અને મંગલેશ્વર ઝાંપાની વચ્ચે આવેલા એક ધાર્મિક સ્થાનને ટાર્ગેટ બનાવીને તેની પર પથ્થરમારો કરતા બારીના કાચનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ટોળાએ વાહનોની પણ તોડફોડ કરી હતી. બનાવ અંગે પોલીસ કમિશનર ઇ.રાધાક્રીષ્ણને જણાવ્યું હતું કે, ફતેપુરામાં ઇંડાની લારી પર સામાન્ય બોલાચાલીનો બનાવ બન્યો હતો અને ત્યારબાદ અથડામણ થઇ હતી. જોકે, પરિસ્થિતિ પર પોલીસે ત્વરિતપણે કાબુ લઇ લીધો હતો અને કોઇ ગંભીર ઘટના ઘટી હતી.
ભાંડવાડામાં છમકલાને પગલે પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા.
ઇંડાની લારી પર બોલાચાલી બાદ મામલો બિચકયો