તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • શહેરમાંથી વધુ 1417 ટન કાટમાળ દૂર કરાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરમાંથી વધુ 1417 ટન કાટમાળ દૂર કરાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મિશન100 દિવસ હેઠળ શહેરમાં રાત દિવસ સાફ સફાઇની કામગીરી ચાલી રહી છે. સફાઇ કામગીરી હેઠળ શહેરમાંથી વધુ 1417 ટન કાટમાળનો નિકાલ કરવામાં આવ્યો હતો.

સેવાસદનના દરેક ઝોન હેઠળ દિવસની રોજિંદી કામગીરી ઉપરાંત રાત્રિ સફાઇ પણ કરવામાં આવી રહી છે. કામગીરી રાતના 3 વાગ્યા સુધી ચાલે છે અને મ્યુ.કમિશનરને વોટ્સઅેપના માધ્મયથી ફોટા સાથે જાણ કરવામાં આવી રહી છે. મ્યુ.કમિશનર તમામ બાબતોની નોંધ લઇને મોડી રાતે પણ જરૂરી સૂચના સ્ટાફને આપી રહ્યા છે. કામગીરીમાં, વિતેલા 24 કલાકમાં, પૂર્વ ઝોનમાંથી 322 ટન, પશ્ચિમ ઝોનમાંથી 277 ટન, ઉત્તર ઝોનમાંથી 368 ટન અને દક્ષિણ ઝોનમાથી 450 ટન કાટમાળ ખસેડાયો હતો. જેમાં,સૌથી વધુ 206 ટન કાટમાળ વોર્ડનં 2માંથી અને સૌથી ઓછો 1 ટન કાટમાળ વોર્ટનં 1માંથી નીકળ્યો હતો. કામગીરી પાર પાડવા માટે 54 ટીમ,સેવાસદનની 60 તેમજ ખાનગી કોન્ટ્રાકટરની 61 મશીનરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

મિશન 100 િદવસ હેઠળ શહેરમાં ચાલતી સફાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો