તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • શાળામાં સાથે ભણતી સગીરાના ઘરે તબીબ પુત્ર દ્વારા એસિડ એટેક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શાળામાં સાથે ભણતી સગીરાના ઘરે તબીબ પુત્ર દ્વારા એસિડ એટેક

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તારેમારી સાથે સંબંધ રાખવો હોય તો તારી બહેનને મારી સાથે મોકલ, નહિ તો તારા ઉપર એસિડ નાંખીશ તેવી અવાર-નવાર ધમકીઓ આપ્યા પછી પણ સગીર યુવતી વશમાં થતાં પાગલ બનેલા ડોક્ટરપુત્રે બે દિવસ પૂર્વે સગીર યુવતીના ઘરના દરવાજા બહાર એસિડ નાંખતાં પરિવારજનો ભયથી થથરી ઉઠ્યાં હતાં. યુવતીની માતાની ફરિયાદના આધારે મકરપુરા પોલીસે ડોક્ટરપુત્રની ધરપકડ કરી હતી.

શહેરના સનસિટી પાસે આવેલી શિવાંજલિ સોસાયટીમાં રહેતા આયુર્વેદિક તબીબ કમલેશ પટેલનો પુત્ર સિદ્ધાર્થ (ઉં.વ.19) છેલ્લા પંદર દિવસથી માંજલપુર વિસ્તારમાં પ્રમુખ સ્વામી સોસાયટી નજીક રહેતી અને વિશ્વામિત્રી બ્રિજ પાસે આવેલી સ્કૂલમાં અભ્યાસ કરતી સગીરા દિશા ( નામ બદલ્યું છે)ને પોતાની સાથે સંબંધ રાખવા દબાણ કરતો હતો. પરંતુ, દિશા તેને દાદ આપતી હતી અને તેની સાથે સંબંધ રાખવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો.

દિશાએ સબંધ રાખવાનો ઇન્કાર કરતાં સિદ્ધાર્થ ઉશ્કેરાયો હતો અને બે વખત પત્ર લખીને દિશા સુધી પહોંચાડ્યા હતા. પત્રમાં તેની સાથે સંબંધ રાખવા જણાવ્યું હતું અને જો તું નહીં આવે તો તારી બહેનને મોકલ તેમ જણાવ્યું હતું. બે પૈકી એક પત્રમાં સિદ્ધાર્થે એસિડ નાંખવાની પણ ધમકી આપી હતી. દિશાએ સંબંધ રાખવાનો ઇન્કાર કરી દેતાં સિદ્ધાર્થ રોષે ભરાયો હતો અને 20 જુલાઇએ બપોરે અઢી વાગ્યે મોઢા ઉપર રૂમાલ બાંધી યુવતીના ત્યાં પહોંચી ગયો હતો. દિશા, તેની મમ્મી અને બહેન ઘરમાં હતાં.સિદ્ધાર્થને દિશા જોઇ જતાં તેણે ઘરની જાળી બંધ કરી દીધી હતી.આથી સિદ્ધાર્થ ઘરના દરવાજા પાસે એસિડ ઢોળી ફરાર થઇ ગયો હતો. દીકરી ઉપર એસિડ નાંખવા મળતાં ઘરના દરવાજા પાસે એસિડ નાંખીને સિદ્ધાર્થ ફરાર થઇ જતાં પરિવારજનો ફફડી ઉઠ્યાં હતાં અને સિદ્ધાર્થ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં ડોક્ટરપુત્રની ધરપકડ કરી હતી. જામીન પર છૂ્ટ્યા બાદ સિદ્ધાર્થની કલમ 151 હેઠળ પણ ધરપકડ કરાઇ હોવાનું પોલીસે જણાવ્યું હતું.

સગીરાની માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે મારી પુત્રી જે સ્કૂલમાં અભ્યાસ કરતી હતી તે સ્કૂલમાં સિદ્ધાર્થ પણ અભ્યાસ કરતો હતો અને તેથી પરિચય થયો હતો.તેમની મિત્રતા સ્કૂલ સુધીની હતી.સિદ્ધાર્થની ખરાબ આદતો હોવાથી મારી પુત્રીએ સંબંધ બંધ કરી દેવા તેને જણાવ્યું હતું પણ સિદ્ધાર્થ મારી પુત્રીને દબાણ કરી સંબંધ રાખવા જણાવતો હતો.આ બાબતે સિદ્ધાર્થનાં માતા- પિતા સાથે પણ ચર્ચા કરી હતી અને સિદ્ધાર્થને સમજાવવા જણાવ્યું હતું. તે અમારા ઘેર આવ્યો હતો અને તેને જોતાં તેમની પુત્રીએ દરવાજો બંધ કરી દેતાં સિદ્ધાર્થે તેની પાસે રહેલી એસિડની બોટલ ઘરના દરવાજા પાસે ઢોળી હતી અને ફરાર થઇ ગયો હતો.

વિદ્યાર્થીને જોતાં સમયસૂચકતા વાપરી ઘરમાં દોડી જતાં બચી ગઇ

ફ્રેન્ડશિપનો ઇન્કાર કરતાં આવેશમાં આવી પગલું ભર્યું

એસિડ એટેક કરનાર તબીબ પુત્રની પોલીસે ધરપકડ કરી હતી.

બે પત્રો લખીને ધમકી આપી હતી

^હું સ્કૂલમાં જતી હતી ત્યારે સિદ્ધાર્થ સવારે સ્કૂલ ઉપર આવી જતો હતો અને પ્રેમ સંબંધ રાખવા માટે જણાવતો હતો. બે દિવસ પહેલાં મને બજળજબરીપૂર્વક કલાલી સ્વામીનારાયણ મંદિર પાસે પણ લઇ ગયો હતો. હું ઇન્કાર કરતી હોવાથી તારી બહેનને મારી સાથે મોકલ તેવું પત્રમાં લખીને એસિડની ધમકી આપી હતી. તેની હેરાનગતિથી ત્રાસી મેં સ્કૂલ પણ છોડી દીધી હતી. સિદ્ધાર્થને નશીલી ચીજોના સેવનની પણ આદત હોવાનું જાણવા મળ્યું છે. > દિશા,(નામબદલ્યું છે)

સગીરા ઘરમાં જતી રહેતાં ઘરના દરવાજા પર એિસડ ઢોળ્યો

શહેરના માંજલપુર વિસ્તારમાં પ્રમુખ પ્રસાદ ચાર રસ્તા પાસે રહેતી યુવતીના ઘર પર એસિડ ફેંકનાર યુવાનની ધરપકડ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો