તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પાણી ડ્રેનેજની સમસ્યાથી ત્રસ્ત રહીશોની વોર્ડ કચેરીમાં તોડફોડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાણી -ડ્રેનેજની સમસ્યાથી ત્રસ્ત રહીશોની વોર્ડ કચેરીમાં તોડફોડ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દૂષિતપાણી, રસ્તા, ડ્રેનેજની સમસ્યાથી પિડાતા ગદાપુરાના નૂર્મના આવાસોમાં રહેતા રહીશોએ વોર્ડનં 11ની કચેરીમાં હલ્લો મચાવીને તોડફોડ કરી હતી.જેને પગલે સફ પ્રશ્નો ઉકેલવા દોડયો હતો.

ગોત્રી ગદાપુરા રોડ પરની આવાસ યોજનામાં 600 કુટુંબો રહે છે. જેઓ કેટલાયે સમયથી ડ્રેનેજ સહિતની પાયાની સુવિધાથી હેરાનપરેશાન થઇ રહ્યાં છે. મામલે ગદાપુરા ખાતેના નૂર્મના રહીશોએ સેવાસદનના સત્તાધીશોને સતત રજૂઆતો કરી હતી પરંતુ કોઇ નિરાકરણ આવ્યું હતું. ગુરુવારે સવારે ફરી એક વખત સ્થાનિક રહીશોનાં ટોળાં એકઠાં થયાં હતાં અને સેવાસદન વિરોધી નારા લગાવતો મોરચો મકરંદ દેસાઇ રોડ પર આવેલ વોર્ડનં 11ની કચેરીમાં પહોંચ્યો હતો. જ્યાં સેવાસદનના સ્ટાફની હાજરી હજુ પૂરેપૂરી હતી અને ઉશ્કેરાયેલા મોરચાએ ટેબલ ખુરશીની તોડફોડ કરી હતી. જેની જાણ થતાં વોર્ડનં 11નો ઇજનેરી સ્ટાફ ગદાપુરા પહોંચ્યો હતો અને ડ્રેનેજની સાફ સફાઇ માટે તૈયારી બતાવી હતી. ડેપ્યુટી કમિશનર પ્રકાશ સોલંકીએ જણાવ્યું હતું કે તોડફોડ અંગે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ કરાઇ છે.

ગદાપુરા ખાતેના બીએસયુપીનાં 600 કુટુંબોને ભારે હાલાકી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો