તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વડોદરા |રાજ્ય સરકાર દ્વારા માર્ચ 2016 માં વર્ષ 2016 17 ના વર્ષ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |રાજ્ય સરકાર દ્વારા માર્ચ-2016 માં વર્ષ 2016-17 ના વર્ષ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા |રાજ્ય સરકાર દ્વારા માર્ચ-2016 માં વર્ષ 2016-17 ના વર્ષ માટે કૃષિ સાધન સહાય મેળવવા ઇચ્છતા ખેડૂતો પાસેથી આઇ.ખેડૂત પોર્ટલ પર અરજીઓ મંગાવાઇ હતી. કૃષિ સાધન સહાય માટે અરજી કરી છે તેવા ખેડૂતોને આધાર કાર્ડની નકલ રજૂ કરવા તાકીદ કરાઇ છે. સરકાર દ્વારા તમામ પ્રકારની સાધન સહાય માટે આધારકાર્ડ ફરજિયાત બનાવાયું છે. જેથી માર્ચ મહિનામાં અરજી કરનારા ખેડૂતોને તેમના આધારકાર્ડની ઝેરોક્ષ તાત્કાલિક જે તે વિસ્તારના ગ્રામ સેવક અથવા વિસ્તરણ અધિકારી પાસે જમા કરાવવા જણાવાયું છે.

વર્ષ 2016-17 માં ટ્રેકટર માટે સહાય મેળવવા ઇચ્છતા ખેડૂતોને આઇ.ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજીઓ તા.5 ઓગસ્ટ સુધીમાં આધારકાર્ડ નંબર દર્શાવીને કરી દેવા જણાવાયું છે. નાના કે મોટા ટ્રેકટર માટે ફક્ત ટ્રેકટર ઓપરેશનમાં અરજીઓ કરવાની છે. વધુમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો લાભ મેળવવા માટે અરજી કરવાની છેલ્લી તા.31 જુલાઇ 2016 હોવાથી ખેડૂતોને બેંક અથવા સહકારી મંડળીમાં સમયસર અરજી આપી દેવા વડોદરા વિભાગના સંયુક્ત ખેતી નિયામકે અનુરોધ કર્યો છે.

કૃષિ સાધન સહાય માટે ખેડૂતોને આધાર કાર્ડ રજૂ કરવા તાકીદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો