તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વોર્ડનં 5, 7 અને 8માં વેરા ભરવાની મુદત વધારાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વોર્ડનં 5, 7 અને 8માં વેરા ભરવાની મુદત વધારાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સેવાસદનનાઉત્તર ઝોનના ત્રણ વહીવટી વોર્ડમાં વેરા ભરવાની મુદત ગુરુવારે પૂરી થઇ હતી. વેરો ભરવાની મુદતમાં શુક્રવારે વધુ પંદર દિવસનો વધારો કરવામાં આવનાર છે.

અગાઉ સેવાસદનના તમામ 12 વહીવટી વોર્ડમાં વેરા બિલ ઇસ્યુ કરી દેવામાં આવ્યા છે. તબક્કાવા રીતે, વેરા ભિલ ભરવાની મુદતમાં વધારો કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત, ઉત્તર ઝોનના વહીવટી વોર્ડનં 5,7 અને 8ના વિસ્તારમાં મિલકત ધરાવતા કરદાતાને વર્ષ 2016-17 માટે વેરા બિલ ઇસ્યૂ કરી દેવામાં આવ્યા હતા. અા કરદાતાઓ માટે વેરા ભરવાની મુદત તા.21 જુલાઇ સુધી રાખવામાં આવી હતી. જયારે, શહેરના દક્ષિણ ઝોન હેઠળના ત્રણ વહીવટી વોર્ડ વિસ્તારના કરદાતાઓને બિલ ભરવાની મુદતમાં 15 દિવસનો વધારો કરવામાં અાવ્યો હતો અને તેથી હવે ત્યાં બિલ ભરવાની છેલ્લી તારીખ તા.22 જુલાઇ છેે.

જયારે, ઉત્તર ઝોનના ત્રણેય વહીવટી વોર્ડમાં વેરા ભરવાની મુદત ગુરુવારે પૂરી થતાં સેવાસદનના સત્તાધીશો દ્વારા શુક્રવારથી પંદર દિવસનો વધારો કરાશે. વધારાની મુદતમાં નાગરિકો વ્યાજ અને દંડમુક્તિ સાથે વેરાની રકમ ભરપાઇ કરી શકશે.

જીપીએમસી એક્ટ 1949ના શિડયુલ પ્રકરણ કના નિયમ 21 મુજબ ઉત્તર ઝોનમાં આવેલા વોર્ડનં 5,7 અને 8માં રિવીઝન આકારણી થઇ રહી છે.

આજે મુદત પૂરી થતી હોવાથી િનર્ણય લેવાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો