તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્માની શુદ્ધિ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શ્રીઅલકાપુરી શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘમાં ચાતુર્માસ આરાધના માટે પધારેલા જૈનાચાર્ય પૂ.રત્નસુંદર સૂરીશ્વરજી મહારાજે ગુરુવારથી જૈન સંપ્રદાયના 1000 વર્ષ જૂના પવિત્ર ગ્રંથ નીતિ વાક્યામૃતમ્ ગ્રંથનું પઠન શરૂ કર્યું છે. પ્રસંગે પૂ.મહારાજ સાહેબે જણાવ્યું હતું કે, ભગવાનની ભક્તિ કરવાથી તેની કૃપા સ્વરૂપે ભક્તને સમૃદ્ધિ, સામર્થ્ય અને શુદ્ધિનું ફળ પ્રાપ્ત થાય છે.

જૈન સંપ્રદાયમાં 10 મી સદીમાં (1000 વર્ષ અગાઉ) આચાર્ય પૂ.સોમસુંદર સૂરીશ્વર મહારાજ દ્વારા લિખિત ગ્રંથ નીતિ વાક્યામૃતમના પઠનનો પ્રારંભ કરતાં પૂ.જૈનાચાર્ય રત્નસુંદર સૂરીશ્વરજીએ સમજાવ્યું હતું કે, મંગળ કાર્યની શરૂઆતમાં ભગવાનની પ્રાર્થના થાય છે. મંગળ બે પ્રકારનાં હોય છે. એક દ્રવ્યમંગળ, જેમાં સારું કાર્ય કરતાં પહેલાં ગોળ-ધાણા હોય છે અને બીજું ભાવમંગળ, જેમાં ભગવાનની ભક્તિ માટે પૂજન-અર્ચન, વંદન અને પ્રાર્થના થાય છે.

પૂ.મહારાજ સાહેબે સમજાવ્યું હતું કે, મને સારામાં સારી સંપત્તિ મળે તેવી ભાવના તે સમૃદ્ધિ. મને સૌથી વધુ તાકાત-સામર્થ્ય પ્રાપ્ત થાય તે ભાવના સામર્થ્ય પરંતુ મારા મનમાંથી વિકાર, વાસના, લોભ, કપટનો નાશ થાય. હું નિર્મળ બનું, હું પવિત્ર બનું ભાવના તે શુદ્ધિ. આપણે ભગવાનને પ્રાર્થના શા માટે કરીએ છીએ તેમ પૂછી મહારાજ સાહેબે કહ્યું હતું કે, આપણી પાસે અઢળક સંપત્તિ હશે અને પરિવાર આપણી વિરુદ્ધ હશે તો ચાલશે. આપણો ફોટો તે આપણી સમૃદ્ધિ અને સામર્થ્ય છે. પરંતુ એક્સ-રે આપણી શુદ્ધિનાં દર્શન કરાવે છે. આપણો ફોટો ગમે તેટલો સુંદર હોય પરંતુ એક્સ-રેમાં ગડબડ હોય તો ચાલે. તેમ મન-દેહ-ચિત્તની આંતરિક શુદ્ધિ વગર ક્યારેય ચાલે નહીં.

જૈનાચાર્યે ટાંક્યું હતું કે, ભગવાને પોતાને મળેલી તમામ સમૃદ્ધિ, પરિવાર છોડી, સાધના દ્વારા આત્મશુદ્ધિ, આત્માની નિર્મળતા પ્રાપ્ત કરી છે. આત્માની શુદ્ધિ મેળવવી દુર્લભ છે.

જૈનાચાર્યે 1000 વર્ષ જૂના ગ્રંથ નીતિ વાક્યામૃતમ્ ગ્રંથનું પઠન શરૂ કર્યું છે.

ભક્તિથી સમૃદ્ધિ, સામર્થ્ય અને શુદ્ધિનું ફળ મળે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો