તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ABVPએ સૌરભ શર્માને વકતવ્ય માટે બોલાવ્યા : NSUIએ ફટકાર્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ABVPએ સૌરભ શર્માને વકતવ્ય માટે બોલાવ્યા : NSUIએ ફટકાર્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કાર્યક્રમ બાદ NSUIના કાર્યકરોએ મારો કુર્તો ખેંચીને હુમલાનો પ્રયાસ કર્યો હતો

એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

દલિતયુવાન રોહિત વેમુલ્લા અને આતંકવાદી બુરહાની બાની વિશે જેએનયુના જનરલ સેક્રેટરીના વકતવ્યને લઇને બીબીએ ફેકલ્ટીમાં એનએસયુઆઇ અને એબીવીપી વચ્ચે સામ-સામે સૂત્રોચ્ચાર-દેખાવો બાદ ધક્કામુક્કી ને મારામારીનાં દૃશ્યો સર્જાતાં ભારે હોબાળો મચી ગયો હતો. ભારે હોબાળા વચ્ચે કાર્યક્રમ બંધ કરવા અંગે એનએસયુઆઇના નેતાઓ માંગણી કરતાં મામલો તંગ થઇ ગયો હતો. દરમિયાનમાં એનએસયુઆઇના કાર્યકર્તાએ એબીવીપીના ત્રણ થી ચાર કાર્યકર્તાઓને મારામારી કરી ટી-શર્ટ ફાડી નાખ્યા હતા.

બીબીએ ફેકલ્ટીના ઓડિટોરિયમાં એબીવીપી દ્વારા એબીવીપીના ચેલેન્જીસ ટુ નેશનલિઝમ, યુનિવર્સિટી એન્ડ બિયોન્ડ વિષય પર આયોજિત પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જેએનયુના જનરલ સેક્રેટરી (સ્ટુડન્ટ યુનિયન)ના સૌરભ શર્મા તથા નવી દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)ના એસોસિએટ ડીન ઓફ સ્ટુડન્સના ડૉ. બુદ્ધાસિંઘને મુખ્ય વક્તા તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેની જાણ થતાં એનએસયુઆઇના 50 જેટલા કાર્યકરો બીબીએ ફેકલ્ટી પર દોડી આવ્યા હતા અને સૌરભ શર્મા ગો..બેક.ના નારા લગાવીને પરત જવાની માંગ શરૂ કરી હતી. જેએનયુ જેવો મામલો એમએસયુ કેમ્પસમાં શા માટે કરવામાં આવી રહ્યો છે તેવા નારા સાથે એનએસયુઆઇ તાત્કાલિક અસરથી કાર્યક્રમ બંધ કરવાની માંગ શરૂ કરીને ઓડિટોરિયમમાં ઘૂસવાની કોશિશ કરી હતી. તો બીજી બાજુ એબીવીપીના વિદ્યાર્થી કાર્યકર્તાઓએ ઓડિટોરિયમને અંદરથી બંધ કરીને ઓડિટોરિયમના દરવાજા પાસે વિદ્યાર્થીઓની માનવ સાંકળ બનાવીને એનએસયુઆઇના કાર્યકર્તાને રોકી રાખ્યા હતા. ઓડિટોરિયમમાં પ્રવેશવા નહીં મળતાં ગુસ્સે ભરાયેલા એનએસયુઆઇના કાર્યકર્તાઓએ એબીવીપીના અગ્રણી અને જેએનયુના જનરલ સેક્રેટરી સૌરભ શર્મા વિરુદ્વ સૂત્રોચ્ચાર શરૂ કરતાં મામલો તંગ બની ગયો હતો. આખરે બંનેને પોલીસની મદદથી બહાર કાઢીને ગાડીમાં મોકલી દઇને મામલો થાળે પાડ્યો હતો.

મારામારી... બેજૂથ વચ્ચે થયેલી મારામારીના પગલે દોડી આવેલી પોલીસ અને વિજિલન્સના સ્ટાફે દરમિયાનગીરી કરવાની ફરજ પડી હતી.

ઘર્ષણ... ઉગ્રબોલાચાલી થયા બાદ ઓડિટોરિયમથી થોડ દૂર બંને જૂથના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થતાં છૂટા હાથની મારામારી થઇ હતી.

બોલાચાલી... જેઅેનયુનાજીઅેસનું વકતવ્ય યોજવા સામે ઓડિટોરિયમ બહાર NSUI અને એબીવીપીના કાર્યકરો વચ્ચે બોલાચાલી થઇ હતી.

હોબાળો |મ.સ.યુનિ.ની BBA ફેકલ્ટીના દીપ ઓડિટોરિયમ બહાર મારામારીના વરવા દૃશ્યો

JNUના GS સામે વિરોધ

રાષ્ટ્રવાદ વિશે આયોજિત પરિસંવાદમાં હું ભાગ લેવા આવ્યો હતો. હું આતંકવાદી બુરહાની બાની વિશે ચર્ચા કરતો હતો અને દાખલો આપતો હતો કે આતંકવાદીઓને સમર્થન કરનારા પણ આતંકવાદીઓથી ઓછા નથી. તેમની સામે પણ સરકારે પગલાં ભરવા જોઇએ. બાબતની ચર્ચા વખતે એનએસયુઆઇના કાર્યકર્તાઓ ઓડીટોરીયમની બહાર ધસી આવીને સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમણે મારી સામે પણ વિરોધ વ્યકત કર્યો હતો. જે લોકતાંત્રિક રીતે હોય તો વાંધો નહોતો. પરંતુ તેમણે ઓડીટોરીયમના દરવાજા ખખડાવ્યાં અને એબીવીપીના નેતાઓને માર્યા. આવું કૃત્યુ યોગ્ય નહોતું, તેમણે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મારો કૂર્તો ખેંચીને મારા પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. મને લાગે છે કે તેઓ મારા પર હુમલો કરવાના ઇરાદે કાર્યક્રમમાં આવ્યા હતા. મેં સ્થાનિક પોલીસમાં મારા પર હુમલા અંગે પોલીસ ફરિયાદ કરી છે. (સૌરભ શર્મા, જનરલ સેક્રેટરી, જેએનયુ-સ્ટુડન્ટ યુનિયન)

ABVPના કાર્યક્રમમાં જિગર ઇનામદાર હાજર

એબીવીપીનાકાર્યક્રમમાં સરકાર નિયુક્ત સિન્ડીકેટ સભ્ય જીગર ઇનામદાર અતિથિ તરીકે હાજર રહેતાં એનએસયુઆઇએ તેમની વિરુદ્વ પણ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતાે. એબીવીપીને કોઇપણ રીતે જીતાડવા માટે જીગર ઇનામદાર મદદ કરી રહ્યા છે. હોમ સાયન્સ ફેકલ્ટીના પ્રો. અત્તનુ મહાપાત્ર પણ કાર્યક્રમ દ્વારા એબીવીપીને મદદ નહીં પણ ચૂંટણીમાં ફાયદો થાય તેવો માહોલ સર્જી રહ્યા છે તેવો એનએસયુઆઇના નેતાઓએ આક્રોશ વ્યકત કર્યો હતો.

^રાષ્ટ્રવાદની ચર્ચા માટે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં એનએસયુઆઇએ વિધ્ન શરૂ કર્યું હતું.એનએસયુઆઇએ એબીવીપીના 4 વિદ્યાર્થીઓને માર મારીને ટી-શર્ટ પણ ફાડી નાંખી હતી. જેના સંદર્ભે અમે પોલીસમાં ફરિયાદ પણ કરી છે. > મૌલિકદેસાઇ, શહેરમંત્રી, ABVP

^ 3 સપ્ટેમ્બરે ચૂંટણી યોજવાની જાહેરાત થતાં એબીવીપી કોઇપણ હિસાબે ચૂંટણી જીતવા માંગે છે. તેના માટે જેએનયુ વિવાદમાં ઘેરાયેલા જનરલ સેક્રેટરી સૌરભ શર્માને બોલાવીને વિદ્યાર્થીઓને ભડકાવવા માંગે છે. કેમ્પસની શાંતિને ડહોળવાનો પ્રયાસ હોઇ અમે તેને બંધ કરાવવા ગયા હતા. > હિતેશદેસાઇ, પ્રમુખ,NSUI

NSUIની પરવાનગીની અમારે જરૂર નથી

ABVP જેએનયુ મુદ્દે ચૂંટણી જીતવા માંગે છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો