તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

30મીએ AGMમાં વિવાદની વકી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
3 VSE ડાયરેકટરને બિનહરીફ ચૂંટવાના નિર્ણયને પડકાર

એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

વડોદરાસ્ટોક એક્સચેન્જ લીમીટેડની 30મી મળનારી એજીએમમાં વીએસઇના એકાઉન્ટ પાસ કરાવવા, ડિવિડન્ડ ડીકલેર કરાવવા અને ઓડીટરની નિમણૂંક કરવાનો નિર્ણય લેવાશે. જ્યારે એજીએમમાં ત્રણ ડાયરેકટરોની બિન હરીફ જાહેર કરવાના બોર્ડના નિર્ણયને ઇન્વેસ્ટરો પડકાર આપીને પુન: ચૂંટણી યોજાય તેવી રણનીતી દાખવવાનો નિર્ણય કરતાં ઇન્વેસ્ટરો અને બ્રોકરો વચ્ચે તડાફડી થવાની વકી છે.

30મીએ વીએસઇની એજીએમમાં ઇન્વેસ્ટર ગ્રૂપ 3 ડાયરેકટરોને બિન હરીફ જાહેર કરવાના બોર્ડના નિર્ણયને બેઠકમાં પડકારશે. ઇન્વેસ્ટર ગ્રૂપ 3 ડાયરેકટરોની પુન: નિયુક્તિ મુદ્દે વોટીંગ માંગીને પ્રોકસીનો ઉપયોગ કરશે. અંગે ઇન્વેસ્ટર ગ્રૂપના સુમેશ શાહે જણાવ્યું હતું કે, આજે પ્રોકસી જમા કરાવવાના અંતિમ દિવસે અમે 27 લાખ પ્રોકસી જમા કરાવી છે. એજીએમના દિવસે 2.5 લાખ શેરો દ્વારા વોટીંગ કરીશું.

બોર્ડ દ્વારા ત્રણ ડાયરેકટરોની પુન: નિયુક્તિને વોટીંગ દ્વારા લડત આપીશું. વીએસઇના ચેરપર્સન સોનલ પરીખે જણાવ્યું હતું કે, ઇન્વેસ્ટરોના ફોર્મ અમે રદ કર્યા નથી. એજીએમની જગ્યાએ ઇજીએમનો ઉલ્લેખ કરાતા રદ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...